અમદાવાદમાં CBI ના અધિકારીની ઓળખ આપીને યુવક સાથે ૨.૯૨ લાખની છેતરપિંડી આચરી

બેન્ક ખાતા સીઝ કરવાનું કહીને કરી ઠગાઈ અમદાવાદના નારણપુરામાં રહેતા એક યુવકને ઝ્રમ્ૈં ના અધિકારીની ઓળખ આપીને તેની સાથે રૂ.૨,૯૨,૪૪૦ ની છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
આ બનાવની વિગત મુજબ નારણપુરામાં મીરામ્બીકા સ્કૂલ પાસે બંસીધર એપાર્ટમેન્ટમાં રહેતા જૈનમ બિપીનભાઈ શાહ(૨૫) ને ૩૦.૧૧.૨૦૨૪ થી ૨.૧૨.૨૦૨૪ દરમિયાન કોઈ મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો. આ શખ્સે ઈન્ટરનેટના માધ્યમથી વિડીયો કોલ કરીને જૈનમ શાહને ખોટા દસ્તાવેજાે બતાવીને તેમજ સીબીઆઈના અધિકારીની ઓળખ આપી હતી. બાદમાં આ શખ્સે જૈનમ શાહને ગેરકાયદે પ્રવૃતિના ખોટા કેસમાં ફસાવી દેવાનું દબાણ કર્યું હતું. બાદમાં આ શખ્સે જૈનમ શાહના બેન્ક ખાતામાં રહેલા નાણાં તપાસના કામે સીઝ કરવાના છે, એમ કહ્યું હતું. બાદમાં આ શખ્સે પોતાના ખાતામાં રૂપિયા ૨,૯૨,૪૪૦ ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કરી હતી. આ અંગે જૈનમ શાહે નાપણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments