ગુજરાત

મૃતક યુવતીની લાશને પીએમ માટે ગાંધી હોસ્પિટલે ખસેડાતા હોસ્પિટલ પરિસરમાં લોકોના ટોળાઓ ઉમટ્યા હતા

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ગણપતિ ફાસ્ટર વિસ્તારમાં રહેતી એક યુવતીની જાહેરમાં છરીના ઘા મારીને હત્યાને પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામ્યો હતો. યુવતીની હત્યા નીપજાવી આરોપી યુવક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જ્યારે હત્યાના બનાવને લઈને પોલીસ સ્થળ પર પહોંચીને મૃતક યુવતીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. સમગ્ર ઘટના મામલે મૃતકના પરિવારજનોએ યુવતીનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં સવારે કારખાનામાં કામ અર્થે જઈ રહેલી યુવતીને જાહેરમાં યુવકે ૮-૧૦ જેટલા છરીના ઘા મારીને હત્યા નીપજાવી હતી. ઘટનાને લઈને પોલીસે યુવતીના મૃતદેહને પીએમ અર્થે સરકારી ગાંધી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં મૃતક યુવતીના પરિવારજનોનો આક્રંદ જાેવા મળ્યો હતો અને પરિવારે જ્યાં સુધી આરોપીને ઝડપી પાડવામાં નહી આવે ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર કરવાનો ઈનકાર કર્યો હતો.
યુવતીની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાની ચર્ચા થઈ રહી છે, ત્યારે સમગ્ર ઘટનાને લઈને પોલીસ મૃતક યુવતીને પીએમ અર્થે મોકલી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts