સૌરાષ્ટ - કચ્છ

2001માં ગુજરાતમાં માત્ર 9 મેડિકલ કોલેજો હતી સરકારી-પ્રાઇવેટ મળી 30 મેડિકલ કોલેજો છે

વડાપ્રધાન મોદી એ ગુજરાતની મુલાકાતમાં તેમનાં સમયમાં થયેલી મેડિકલ કોલેજના કામોને લઈને જણાવ્યું કે,ગુજરાતમાં રાજકોટને એઇમ્સ હોસ્પિટલ મળી છે તેનું કામ ઝડપથી થઇ રહ્યું છે. જામનગરમાં વિશ્વનું ટ્રેડિશનલ મેડિસીનનું મોટુ સેન્ટર WHO દ્વારા મળ્યું છે. બે દસક પહેલા 2001માં ત્યારે ગુજરાતમાં માત્ર ને માત્ર 9 મેડિકલ કોલેજો હતી અને ડોકટર બનવા 1100 બેઠક જ હતી. આજે સરકારી અને પ્રાઇવેટ મેડિકલ કોલેજ મળીને 30 મેડિકલ કોલેજ એકલા ગુજરાતમાં છે અને ગુજરાતમાં પણ દેશમાં પણ જીલ્લામાં એક મેડિકલ કોલેજ બનાવવી ઇચ્છા છે.   

મેડિકલ બેઠકો આજે આઠ હજાર જેટલી છે. ડબલ એન્જીનની સરકારે ગુજરાતના વિકાસને નવી ઉચ્ચાઇએ લઇ જવાનું કામ કર્યું છે. વિકાસની અડચણને દુર કરી છે જેનો લાભ ગુજરાતને મળી રહ્યો છે. ઇન્ફાસ્ટ્રકચરનો ઝડપી વિકાસનો લાભ ગુજરાતને મળ્યો છે.ગુજરાતના હાઇવે વધુ મોટા થયા એર કનેકટીવીટ વધી છે.     

ભાજપની સરકાર દરેક નાગરિકને 100 ટકા યોજનાનો લાભ મળે તેનું અભિયાન ચલાવી રહી છે. જે યોજનાનો હકદાર છે તેને તેનો હક્ક મળવો જોઇએ. દરેક વ્યકિત સુધી યોજના પહોચાડવાનું લક્ષ્ય હોય ત્યારે ભેદભાવ,ભ્રષ્ટાચાર, પરિવાર વાદ નો ભેદ રહેતો નથી. રાજય સરકારને સતત આ કામ માટે પ્રેરિત કરી રહ્યા છીએ.અમારો આ પ્રયાસ દેશના ગરિબ,મધ્યવર્ગને સશક્ત અને મજબૂત કરશે તેમનુ જીવન સરળ બનશે. 

Related Posts