અમરેલી જિલ્લામાં નિરાધાર ૩ દીકરીઓને પિતાની છત્રછાયા મળી છે એટલે કે અમરેલી જિલ્લા બાળ સુરક્ષા એકમમાં વસવાટ કરતી આ ત્રણ દીકરીઓને પિતા મળ્યા છે.
જિલ્લામાં પ્રથમ વખત ત્રણ દીકરીઓને સાવકા પિતા દ્વારા દત્તક લેવાની કાયદેસરની મંજૂરી મળી છે, અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાએ આ મંજૂરી આપતા આ દીકરીઓને પિતાની કાયમી છત્રછાયા હેઠળ મૂકી છે જેથી આ નિરાધાર ૩ દીકરીઓને પારિવારિક હૂંફ, લાગણી, કાળજી અને પ્રેમ સહિત તેમના ભવિષ્યને નવી દિશા મળશે.
મહત્વનું છે કે, અમરેલી જિલ્લામાં ૩ દીકરીઓને સાવકા પિતા દ્વારા દત્તક લેવાની પ્રથમ ઘટના બની છે.
અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ, તા.૧૫ મે, ૨૦૨૫ના રોજ દીકરીઓને દત્તક લેનાર માતા પિતાને દત્તક વિધાનના આદેશ એનાયત કર્યા હતા. દીકરીઓના કાયદેસરના માતા-પિતાને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે કે, અમરેલી જિલ્લા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ કાબરિયા ઉપરાંત સમિતિના સભ્ય સર્વ શ્રી કેતનભાઇ ઢાંકેચા, શ્રી સુનિલભાઈ રાજ્યગુરુ, શ્રી નીકુબેન પંડ્યા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી નયનાબેન પુરોહિત, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી વિશાલભાઈ જોશીની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી અને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળના નિયામક સમાજ સુરક્ષા વિભાગ – ગાંધીનગર અને સ્ટેટ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી જિલ્લા કક્ષાએ સમાજ સુરક્ષા વિભાગ અને બાળ સુરક્ષા વિભાગ હેઠળ ચાલતા ૦ થી ૧૮ વર્ષના બાળકો માટેનો દત્તક વિધાન અંગેનો કાર્યક્રમ સમગ્ર ભારતમાં અમલી છે.
Recent Comments