સરકારી ચિલ્ડ્રન હોમ ખાતે આંતરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરવામાં આવી
અમરેલી પ્રતાપપરા સરકારી ચિલ્ડ્રન હોમ ખાતે તા.૨૧ જૂન ૨૦૨૪ના રોજ અંતેવાસ બાળકો સાથે વિશ્વ યોગ દિવસ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમ્યાન ચિલ્ડ્રન હોમના અધિક્ષકશ્રી દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રોબેશન ઓફિસરશ્રી એચ.એન. વાણિયા દ્વારા તમામ અંતેવાસ બાળકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મહત્ત્વની જાણકારી આપવામાં આવી. આ કાર્યક્રમ દરમ્યાન યોગ ટ્રેઈનર શ્રી ઇનાયતભાઈ દ્વારા બાળકોને વિવિધ યોગના આસનો કરાવવામાં આવ્યા હતા.
બાળકો અને સ્ટાફ દ્વારા વિવધ યોગક્રિયામાં ઉત્સાહ સાથે જોડાયા હતા. યોગ ટ્રેઈનર શ્રી ઇનાયતભાઈ દ્વારા વિદ્યાર્થીઓને યોગ દ્વારા માનસિક શાંતિ, શારીરિક આરોગ્ય, અને આધ્યાત્મિક ઉન્નતિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું તથા યોગ અને સંતુલિત આહારના મહત્ત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો. વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સાથે મળીને યોગ અને ધ્યાન કર્યો, જેના પરિણામે દરેકને એક નવી ઉર્જા અને તાજગીનો અનુભવ થયો.
આ કાર્યક્રમ દરમિયાન ચિલ્ડ્રન્સ હોમના અધિક્ષકશ્રી એસ.બી. જોષીએ જણાવ્યુ કે, નિયમિત્ત યોગનો અભ્યાસ દરેકના જીવનમાં શુભ પરિણામો લાવે છે અને આગામી વર્ષોમાં પણ આ પ્રકારની ઉજવણી શરુ રહેશે. આ કાર્યક્રમ દરમિયાન સમાજ સુરક્ષા વિભાગમાંથી પ્રોબેશન ઓફિસરશ્રી એચ.એન.વાણિયા, યોગ ઇન્સ્ટ્રક્ટરશ્રી આઈ.એમ. પઠાણ, સરકારી ચિલ્ડ્રન હોમના અધિક્ષકશ્રી એસ.બી.જોષી તથા સરકારી ચિલ્ડ્રન હોમના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમ સરકારી ચિલ્ડ્રન્સ હોમના અધિક્ષકશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments