૪.૯૨ લાખનો સાયબર ફ્રોડનો શિકાર બની યુવતી, ૨૭ વર્ષીય યુવતીને ડિજિટલ અરેસ્ટ કરી ઓનલાઈન નગ્ન કરી
અમદાવાદની ૨૭ વર્ષીય યુવતીએ પોલીસમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી, સાયબર ફ્રોડના આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરાઈ હતી. આરોપીનો ચાર્જશીટમાં સ્પષ્ટ રોલ ના હોવાથી જામીન મળી ગયા. અમદાવાદની એક ૨૭ વર્ષીય યુવતીએ નારણપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં બતાવ્યા મુજબ તેને એક ફોન આવ્યો હતો અને સામેની વ્યક્તિ એક કુરિયર કપનીમાંથી બોલતો હોવાનું જણાવ્યું હતુ. આ વ્યક્તિએ યુવતીને જણાવ્યું હતું કે તેના નામનું પાર્સલ થાઇલેન્ડ જઈ રહ્યું છે. જેમાં તેનો આધારકાર્ડ નંબર છે, તેને કસ્ટમ વિભાગે બ્લોક કર્યું છે. તેમાં ગેરકાયદેસર વસ્તુઓ મળી છે જેમાં ૦૩ લેપટોપ, ૦૨ મોબાઈલ, ૧૫૦ ગ્રામ સ્ડ્ઢ ડ્રગ્સ અને ૧.૫ કિલો કપડાનો સમાવેશ થાય છે. જાે કે યુવતી કાઇ વિચારે તે પહેલા એને એક વોટ્સેપ કોલ આવ્યો હતો. જેમાં સામે રહેલ વ્યક્તિએ યુવતીનું નામ તથા જન્મ તારીખ માંગી હતી. બાદમાં યુવતીને દિલ્હી સાયબર ક્રાઈમથી મેસેજ મળ્યો હતો.
જેમાં તેનું ઓનલાઈન નિવેદન લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. બાદમાં સર્વેલન્સ ઓફિસરનો યુવતીને ફોન આવ્યો જેમાં યુવતીને ૈંઁજી સમાધાન પવારનો નંબર આપવામાં આવ્યો હતો. તેને વિનંતી કરવા માટે કહેવાયું હતુ. તેને રિકવેસ્ટ નાખતા યુવતીને એક ઁડ્ઢહ્લ મોકલી હતી. આ ઁડ્ઢહ્લ ફાઈલ ઝ્રમ્ૈં ના નામે હતી. જેમાં યુવતીનું નામ અને તેની ઉપર મનીલોન્ડ્રિંગ, ડ્રગ્સ સ્મગલિંગ, હ્યુમન ટ્રાફિકીંગ જેવા ગુન્હાઓ સંબંધે ભારતના રાજચિન્હ સાથે વિગતો હતી. વળી યુવતીને ફરી વોટ્સેપ ફોન આવ્યો જેમાં જણાવ્યું કે તેના નામે દિલ્હીની એક ખાનગી બેંકમાં ખાતું ખુલ્યું છે, જેમાં કરોડો રૂપિયા જમાં થયા છે. જેને યુવતીના બધા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાની ધમકી આપી હતી. જેથી તેના ખાનગી બેંક ખાતાના નાણાં ઇમ્ૈં માં જમાં કરાવવા પડશે, બધી કાર્યવાહી પૂરી થયા બાદ તેને રૂપિયા મળશે.
ત્યારબાદ ફરી યુવતીને એક વોટ્સેપ કોલ આવ્યો હતો. જેમાં નાર્કોટિક્સ વિભાગનો અધિકારી બોલતો હોવાનું જણાવી પ્રોટોકોલ મુજબ શરીરના બર્થમાર્ક નોટ કરવા પડશે. જે એક મહિલા અધિકારી ઓનલાઈન નોટ કરશે, પરંતુ પ્રોટોકોલ મુજબ તેને યુવતી જાેઈ નહિ શકે. આમ યુવતી ઉપર દબાણ લાવી તેને ઓનલાઈન કેમેરા સામે નગ્ન કરી દીધી હતી. જ્યારે સામેના વ્યક્તિને યુવતી જાેઈ શકતી નહોતી. ત્યારબાદ જુદી જુદી બેંકમાંથી યુવતી પાસે કુલ ૪.૯૨ લાખ જેટલાં રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર બનાવ વખતે યુવતીના માતા-પિતા ઓસ્ટ્રેલિયા ફરવા ગયા હતા. છેલ્લે સાયબર ગઠિયાઓએ યુવતીને પાડોશીને વાત કરવા જવાનું કહ્યું હતું.
જ્યાં આરોપીઓએ યુવતીના પાડોશીને યુવતી સાયબર ફ્રોડનો શિકાર બની હોવાનું જણાવતા યુવતીએ નારણપુરા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. પોલીસે રાજસ્થાનના હનુમાન ગઢના રહેવાસી એક ૨૬ વર્ષીય આરોપી રાહુલ સુખીજાને હોટલમાંથી ઝડપી પાડયો હતો. આ કેસમાં ૧૨ જેટલા આરોપીઓના નામ સામે આવ્યા છે. તેને અમદાવાદ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જશીટ બાદ જામીન અરજી કરી હતી. જેમાં આરોપીના વકીલ આનંદ બ્રહ્મભટ્ટે દલીલ કરી હતી કે આરોપી ઉપર કોઈ પૂર્વ ગુન્હા નથી. તે કૃષિ ઉત્પાદનના ધંધા સાથે સંકળાયેલ છે. તે ફરિયાદીને ઓળખતો નથી. આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી છે. વળી ચાર્જશીટમાં આરોપીનો રોલ સ્પષ્ટ દર્શાવવામાં નારણપુરા પોલીસ નિષ્ફળ નીવડી છે. માત્ર સહ આરોપીઓ જ્યાં રોકાયા હતા તે હોટલમાંથી પોલીસે તેને ઝડપ્યો એટલે કેસમાં સંડોવી દીધો છે. વળી આ કેસ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલવા પાત્ર છે, જેમાં વધુમાં વધુ ૦૭ વર્ષની સજાની જાેગવાઈ છે. આરોપીને ૦૪ દિવસ પોલીસે ખોટી રીતે કસ્ટડીમાં રાખ્યો હતો. સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપીનો રોલ તે પુરાવાનો વિષય છે. કોર્ટે નોંધ્યું હતું કે આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે. આરોપીને મહત્તમ ૦૭ વર્ષ સુધીની સજા થઈ શકે છે. પોલીસે રજૂ કરેલ ચાર્જશીટમાં આરોપીનો રોલ સ્પષ્ટ નથી. જેથી ૦૧ લાખના જામીન અને ૫૦ હજારની ડિપોઝિટ ઉપર તેને એડવોકેટ આનંદ બ્રહ્મભટ્ટની દલીલોને ધ્યાને લેતાં શરતી જામીન આપવામાં આવે છે. આવા ગુન્હાઓ વધ્યા છે. માત્ર ૦૭ વર્ષની સજાની જાેગવાઈ હોવાથી આરોપીને જામીન મેળવવાનો હકક મળી જતો નથી. આવા આરોપીને જામીન આપવાથી સમાજમાં ખોટો મેસેજ જાય છે.
Recent Comments