અમદાવાદનો કોટ વિસ્તાર કે જયાં સૌથી વધારે પોળો આવેલી છે અને આ પોળોમાં લોકો વસવાટ પણ કરી રહ્યાં છે, પોળ વિસ્તારમાં મકાનો જૂના હોવાથી વરસાદના સમયે ધરાશાયી થવાની ઘટના બનતી હોય છે, ત્યારે દરિયાપુર, બહેરામપુરા, શાહપુર સહિતના વિસ્તારોમાં 4 મકાનો ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, અમદાવાદમાં ભારે વરસાદી માહોલ છે, ત્યારે રવિવારે (7 સપ્ટેમ્બર) દરિયાપુર વિસ્તારમાં અલી કુંભારના ડેલામાં મકાન ધરાશાયી થયું હતું. જેમાં 3 મકાનો ઉપર દીવાલ પડતાં 5 લોકો દટાયા હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. દુર્ઘટનામાં દટાયેલા લોકોનું રેસ્ક્યુ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બીજી તરફ, શહેરના અન્ય વિસ્તારોમાં પણ મકાન ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં માંડવીની પોળ, બહેરામપુરામાં ગૌતમ નગર ચાર રસ્તા પાસે અને શાહપુરમાં પણ મકાન ધરાશાયી થયું હતું.
01-દરિયાપુર અલી કુંભારના ડેલામાં મકાન ધરાશાયી
02-માંડવીની પોળ એક મકાન ધરાશાયી થવાની ઘટના
03-બહેરામપુરા ગૌતમ નગર ચાર રસ્તા પાસે મકાન ધરાશાયી
04-શાહપુરમાં પણ એક મકાન ધરાશાયી થયુ છે


















Recent Comments