fbpx
અમરેલી

78 માં સ્વાતંત્ર પર્વ એ 78 વૃક્ષો ભારતમાતા કે નામ .’વીરોને વંંદન-પ્રકૃતિનું જતન’ કર્તવ્ય આપણા અમરેલીને ‘લીલીછમ અમરવેલી’ બનાવવાનું નાયબ મુુુુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાનો 78માં સ્વાતંત્ર પર્વે ૭૮ ઝાડ વાવવાનો અનોખો સંકલ્પ 

અમરેલી : વૃક્ષારોપણ અને પર્યાવરણ જાળવણી માટે દેશને અનોખી પહેલ આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પેડ મા કે નામ’ અભિયાન શરૂ કર્યુ છે. આ અભિયાનને સ્વાતંત્ર પર્વ સાથે જોડી અમરેલીના યુવા અને ઉર્જાવાન ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા અનોખો સંકલ્પ કરવા જઈ રહ્યા છે. દેશના ૭૮માં સ્વાંતત્ર પર્વ નિમિત્તે શહેરની જી.જી.બેન ફોરવર્ડ હાઇસ્કુુુુલના પ્રાંગણમાં સવારે 11:30 કલાકે એક અનોખો વૃક્ષારોપણ સમારોહ યોજાશે. દેશમાં સ્વાતંત્ર પર્વ નિમિત્તે ૭૮ વૃક્ષો વાવી વીરોને વંદન અને પ્રકૃતિના જતનનો અનોખો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં
અમરેલીના નગરજનો તેમજ પર્યાવરણ પ્રેમીઓ પણ ઉપસ્થિતિ રહ્યા હતા આપણા અમરેલીને ‘લીલીછમ અમરવેલી’ બનાવવાનું સ્વપ્ન સવનાર કર્તવ્યબદ્ધ ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ ભારતમાતાના સાચા સપૂત બની અને 78 મા સ્વાતંત્ર પર્વ નિમિત્તે 78 વૃક્ષ રોપી અને ભારતમાતા ની સાથે માતા પ્રકૃતિની આરાધના પણ કરી હતી

કૌશિકભાઈ વેકરીયા તેમની આગવી શૈલી અને કાર્યકરવાની પદ્ધતિ માટે જાણીતા છે ત્યારે દેશના યશશ્વી પ્રધાનમંત્રી ની એક પેડ મા કે નામ પહેલ નું મહત્વ સમજી તેમણે 78 મા સ્વાતંત્ર પર્વ પર 78 વૃક્ષો ને  ભારતમાતા ને સમર્પિત કરી નવું જીવન આપ્યું છે ત્યારે સૌ પર્યાવરણ પ્રેમીઓ અને અમરેલીના નગરજનો તેમના પર અભિનંદન ની સાથે આશીર્વાદ પણ વરસાવી રહ્યા છે આ તકે જી.જી.બેન. ફોરવર્ડ ગર્લ્સ સ્કૂલના આચાર્ય અને હોમગાર્ડ કમાન્ડર રોહિતભાઈ મેહતા સાહેબે કૌશિકભાઈ વેકરીયાની આ અનોખી પહેલ ને બિરદાવતા અને અભિનંદન આપતા જણાવ્યું હતું કે મેં મારી શૈક્ષણિક કારકિર્દી અને જાહેરજીવનમા રાષ્ટ્રીય પર્વની અનેક પ્રકારની ઉજવણી  નિહાળી છે પરંતુ રાષ્ટ્રીય પર્વની આ પ્રકારની અનોખી ઉજવણી પ્રથમ વખત નિહાળી છે

અને સાથે તેમના સાક્ષી બનવા માટેની તક મળી છે તે માટે હું ગર્વ અનુભવું છું વધુમાં તેમણે ઉમેર્યું કે એક શિક્ષક તરીકે હું ચોક્કસ કઇશ કે ભારત દેશની બધીજ વિધાનસભા ક્ષેત્રમાં એક પેડ મા કે નામ કાર્યક્રમ બધીજ જગ્યાઓ પર થયાં હશે પરંતુ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રમોદી સાહેબની વિચારધારા નું મહત્વ સમજી અને ખરા અર્થમાં તેમને આત્મસાત કરી અને રાષ્ટ્રીય પર્વ પર આવી સુંદર રીતે અમલીકરણ કરનાર તેઓ ભારત દેશના એકમાત્ર ધારાસભ્ય હશે અને તેમની આ પહેલ માટે દેશના પ્રધાનમંત્રી પણ ચોક્કસ પણે ખુશ થશે તેવું હું વિશ્વાસપૂર્વક કહી શકું છું આ તકે આ કાર્યક્રમમા  કૌશિકભાઈ સાથે, પીન્ટુભાઇ કુરુદલે,ચિરાગભાઈ ચાવડા, કેવલભાઈ મેહતા,સંદીપભાઈ ત્રિવેદી, કેતનભાઈ મેહતા, ઘનશ્યામભાઈ ગેડીયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ફોરેસ્ટ વિભાગના અધિકારીશ્રી જ્યોતિમેડમ અને જાની સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જે વૃક્ષો રોપવામાં આવ્યા તેમનું વર્ણન કરવાની સાથે તેમનું મહત્વ પણ સમજાવ્યુ હતું અને કૌશિકભાઈ વેકરીયા સાહેબના હસ્તે અતિ મહત્વના એવા આરક્ષિત વૃક્ષનું રોપણ કરાવ્યું હતું આ તકે જી.જી.બેન. ગર્લ્સ સ્કૂલનો સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીની બહેનોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખુબ જહેમત ઉપાડી હતી અને આ તકે શાળાના ટ્રસ્ટીશ્રી રમેશભાઈ વિઠલાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ સુંદર કાર્યક્રમમા સહભાગી થવાનો રાજીપો અનુભવવાની સાથે તેમણે આચાર્યશ્રી, શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ અને કૌશિકભાઈ વેકરીયા સાહેબને હૃદયપૂર્વકના અભિનંદન આપ્યા હતા.

Follow Me:

Related Posts