અમરેલી

શ્રીઅંટાળીયા મહાદેવ ના સાનિધ્ય માં યોજાયેલ નેત્રયજ્ઞ માં ૯૦ દર્દી ને લાભ અપાયો ૨૬ મોતિયા ના દર્દી સુદર્શન નેત્રાલય અમરેલી મોકલી આપ્યા

લીલીયા તાલુકા ના શ્રીઅંટાળીયા મહાદેવ ના સાનિધ્ય માં યોજાયેલ નેત્રયજ્ઞ માં ૯૦ દર્દી ને લાભ અપાયો ૨૬ મોતિયા ના દર્દી સુદર્શન નેત્રાલય અમરેલી મોકલી આપ્યા દર મહિના ના પહેલા રવિવારે ચાલતા નેત્રયજ્ઞ – માનવતા ની જ્યોત ના સહયોગી જયંતીભાઈ  બાબરીયા ધનજીભાઈ રાખોલીયા ભગત ના સૌજન્ય થી વિના મૂલ્યે દવા, ટીપાં, ચશ્મા આપી ને શ્રી અંટાળિયા મહાદેવ ની આજુબાજુના ગામ ના લોકો ની નેત્રસુરક્ષા જાળવવાનો ભગીરથ પ્રયાસ સંસ્થા ના પ્રમુખ નાનુંભાઈ વેકરીયા અને ટ્રસ્ટ્રી ગણ ચાલતા અવિરત અભિયાન ને સફળ બનાવવા મત્રી વિઠ્ઠલભાઈ માદળીયા ઉપપ્રમુખ ભુપત ભાઈ કનાળા, ટ્રસ્ટ્રી કાનજીભાઈ અંટાળિયા, ડો જયંતિભાઈ કુભાણી અને અકાળા ગામ ની ટીમ એકલારા ગામ ની ટીમ રાજ્યગુરૂ અને આજુબાજુ ગામ ના લોકો પ્રચાર કરવા માટે પૂરતો સહયોગ આપતા હોય છે.હરીપર ગામ ના કાંતિભાઈ આલગીયા, કાળુભાઈ વેકરિયા અને તેમના ગામ ની ટીમ સવ્યંસેવક તરીકે ઘણા મહિના થી સેવા આપે છે.પૂર્વ હોમ ગાર્ડ્સ કમાન્ડન્ટ અશોકભાઈ જોશી અને અનેક મહાનુભાવો નેત્રયજ્ઞ ની મુલાકાત લઈ શુભેચ્છા પાઠવે છે. નેત્ર પ્રત્યારોપણ માટે નિદાન પામેલ દર્દી ને લોકદ્રષ્ટ્રી ચક્ષુ બેંક સુરત પ્રમુખ ડોકટર પ્રફુલભાઈ શિરોયા ના માર્ગદર્શન હેઠળ નેત્ર. પ્રત્યારોપણ કરવામાં આવે છે.આ સેવા યજ્ઞ મા દિનેશભાઈ જોગાણી વીરપુર ઉપ પ્રમુખ લોકદ્રષ્ટ્રી ચક્ષુ બેંક બાલદાનિયા માનદ સેવા આપે છે જીવનભર નેત્ર સંભાળ નેત્રસુરક્ષા અભિયાન અંતર્ગત મોતિયા ના ઓપરેશન અમરેલી સુદર્શન નેત્રાલય મા નેત્રમણી મૂકી ને વિના મૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે એનપીસીબી/ વી આઈ અમરેલી પૂરતો સહયોગ આપે છે.આ નેત્ર યજ્ઞ અમરેલી જિલ્લા ના ગામો ના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે.

Related Posts