fbpx
ગુજરાત

કોરોનાને પગલે માર્ચને બદલે મે મહિનામાં યોજાશે ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા

કોરોનાની અસર હશે તો અન્ય ધોરણોમાં માસ પ્રમોશનની શક્યતા

ગુજરાતમાં જીવલેણ કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે તેની અસર વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પણ પડી રહી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા પાછી ઠેલવામાં આવી છે. જેમાં આ પરીક્ષા મે મહિનામાં યોજાશે અને આ માટે માટે ફોર્મ આગામી મહિને ભરાય તેવી શક્યતા છે. મોટાભાગે નવેમ્બર મહિનામાં જ બોર્ડની પરીક્ષા માટેના ફોર્મ ભરવામાં આવે છે. જ્યારે માર્ચ મહિનામાં જ ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની એક્ઝામ લેવાતી હોય છે. જાે કે આ વખતે કોરોના મહામારીના પગલે શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષા સહિત વિવિધ કામગીરી પાછળ લઈ જવામાં આવી છે.
ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા લેવી પડે તેમ હોવાથી શિક્ષણ મંત્રી દ્વારા થોડા દિવસો પહેલા જ મે-૨૦૨૧માં બોર્ડની એક્ઝામ યોજવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. હવે આ જાહેરાતને પગલે શિક્ષણ વિભાગ દ્વારા જાન્યુઆરીમાં બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેથી ફેબ્રુઆરીના અંત સુધીમાં ફોર્મ ભરવાની કામગીરી આટોપી લેવાય અને મે મહિનામાં વ્યવસ્થિત રીતે પરીક્ષાનું આયોજન થઈ શકશે.
માર્ચ મહિનામાં કોરોના વાઈરસના સંક્રમણને જાેતા ગયા વર્ષે બોર્ડ સિવાય મોટાભાગના વિદ્યાર્થીને માસ પ્રમોશન આપીને પાસ કરવામાં આવ્યા હતા. હાલ પણ મોટાભાગની સ્કૂલોમાં ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યું છે. આથી હવે જાે કોરોનાની સ્થિતિ નહીં સુધરે, તો ફરીથી અન્ય ધોરણોમાં માસ પ્રમોશનની શક્યતા નકારી શકાય નહીં.

Follow Me:

Related Posts