fbpx
અમરેલી

અમરેલી જિલ્લા બિન રાજકીય ખેડૂત સમાજ નું પ્રધાન મંત્રી ને જિલ્લા કલેકટર થ્રુ આવેદન પત્ર પાઠવ્યું નીતિ નિર્ધારકો ખેડૂત હિત માં નીતિ બનાવો વગર માંગો થી લવાયેલ બિલ રદ કરો

બિન ખેડૂત સરકાર દ્વારા ખેડૂત વિરોધી ત્રણ અધ્યાદેશો કોઇપણ માંગણીઓ વગર લાવવામાં આવેલ છે તેના વિરુદ્ધ દેશ વ્યાપી ચાલી રહેલ કિસાન આંદોલનને વાંચા આપી ખેડૂતોની માંગણીઓને સંતોષવા અને ખેડૂતોના હિતમાં કાયમી નીતિ બનવવા બાબત. 
દિલ્હી તરફ કુચ કરી રહેલ કિસાન આંદોલનને  સમર્થન જાહેર કરી વિશેષ લખવાનું કે, કૃષિ પ્રધાન દેશ ઉપર બિન-ખેડૂત (ઉભડ) સત્તાધીશોના શાશનમાં કોઈ ખેડૂતની કોઈ પણ પ્રકારની માંગણીઓ વગર કૃષિ-બિલ જેવા રૂપાળા નામ નીચે ધરાહાર ઠોકી બેસાડેલ અધ્યાદેશ વિરુદ્ધ દેશભરના કિસાનોનું દેશવ્યાપી આંદોલન મોટી સંખ્યામાં કિસાનો દિલ્હી તરફ કુચ કરવાની જગત તાતને ફરજ પડેલ છે. જગત તાતને આંદોલન કરવાની અને દિલ્હી તરફ કુછ કરવાની ફરજ પડવાના કારણો જેમાં ખેતી વિષય થી સંપૂર્ણ અજાણ આ સરકાર દ્વારા ત્રણ એવા કાયદા ઠોકી બેસાડવામાં આવેલા છે. જેનો અભ્યાસ કરવામાં આવે તો ખેડૂતો માંથી ગુલામ બનાવવાના આ અધ્યાદેશમાં (૧) આવશ્યક ચીજવસ્તુનો કાયદો સંશોધન – ૨૦૨૦. (૨) બજાર સમિતિ વાણીજ્ય વેપાર (૩) કૃષિ કરાર આધારિત કોન્ટ્રાકટ ફાર્મિંગ કાયદાઓ ખેડૂતોના વિરુદ્ધ બનવાવવામાં આવેલ આ કાયદા બનવવા માટે એક પણ ખેડૂતોએ આ બિન-ખેડૂત સરકાર પાસે ક્યારેય પણ કોઈ માંગણીઓ કરેલ નથી,  તો કોના કહેવાથી અને કોના ઈશારે અને કોના હિત માટે ધરાહાર આ કાયદા ઠોકી બેસાડવામાં આવેલ ?? ઉપરોક્ત બિન વ્યવહારિક કાયદાઓ વિરુદ્ધમાં દેશવ્યાપી કિસાનો દ્વારા આંદોલન ચાલી રહેલ હોઈ તેવા કિસાનો ઉપર પાણી નો છટકાવ – લાઠી ચાર્જ – રસ્તાઓ ખોદી અવરોધ ઉભા કરવા વગેરે અનેક પ્રકારના દમન આ ખેડૂત વિરોધી માનસિકતા ધરવાતી સરકાર દ્વારા કરવામાં આવી રહેલ હોઈ , 
જે દમન સંપૂર્ણ અટકાવી બિન-હિંસક ચાલી રહેલ આંદોલનને લોહીયાળ બનાવવાના પ્રયત્નો સદંતર બંધ કરી અને આંદોલન કરવું એ દરેક નો અબાધિત અધિકાર હોઈ જે અધિકારને ધ્યાને લઇ તેમજ કોઇપણ પ્રકારના આંદોલન ને પાકિસ્તાન કે ખાલિસ્તાન કે ચીન સાથે જોડવું તે સદંતર ગેર વ્યાજબી છે. કેમ કે એટલી મોટી સંખ્યામાં માણસો અને ભારતમાં નોંધાયેલ ટ્રેકટરો કોઈ ખાલિસ્તાન કે પાકિસ્તાન થી લાવવા શક્ય નથી અને એક પણ ખેડૂત ક્યારેય પાકિસ્તાન હેપી-બર્થડે કહેવા ગયેલ નથી કે ચીન સાથે કોઈ મૂર્તિ બનાવવા જેવા હજારો કરોડોના કોન્ટ્રકટ કરેલ નથી ,  કે ચીન સાથે જૂલા જુલેલ નથી. જે અંગે બીનખેડૂત સત્તાધારીઓના અંધ સમર્થકો અને આઈ.ટી. સેલને એની ઓકાત અને મર્યાદામાં રાખવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ કૃષિ બિલ રદ કરી આંદોલન કરી રહેલ કિસાનની માંગણી મુજબ નિરાકરણ લાવી કૃષિ પ્રધાન દેશમાં કિસાનોની માંગણીઓ ને માન્ય રાખી આંદોલનનું તત્કાલિક નિરાકરણ લાવવામાં આવે અને જો એમ કરવામાં નહિ આવે તો દેશના દરેક ગામડે તાલુકે અને જીલ્લા મથકે થી ખેડૂતો સાધન સામગ્રી લઈને દિલ્હી તરફ કુચ કરે અને એ બાબતે જે કોઈ નુકશાન થાય એ બાબતે સંપૂર્ણ જવાબદારી આ બની બેઠેલ બિન-કિસાન સરકાર ની રહેશે જે અંગે ગંભીર નોંધ લેવી… અને જો આ બિન-ખેડૂત (ઉભડ) સરકાર ને સાચેજ ખેડૂતોના હિતની ચિંતા હોઈ તો સ્વામીનાથન રીપોર્ટ લાગુ કરે અને નામ. સુપ્રીમ કોર્ટના સ્પે. એસ.એમ.પી. ૨૫૯૧૦/૨૦૧૪ ના તારીખ ૦૬/૦૭/૨૦૧૭ ના આદેશાનુસાર દેશ અને રાજ્યમાં આત્મ હત્યા કરીરહેલ ખેડૂતો માટે કાયમી નીતિ બનાવવાના આદેશનો તાત્કાલિક અમલ કરે અને જૂની ચાલી આવતી પાક વીમા યોજના ને નવા રૂપાળા નામ આપી પ્રધાન મંત્રી વીમા ફસલ યોજના અંતર્ગત જે મોટી મોટી વાતો અને ફાંકા માંરેલા એ ફાંકા મુજબ ખેડૂતોને વીમો ચૂકવી તમારી ખેડૂતો પ્રત્યેની નિષ્ઠા પ્રગટ કરો અને દેશમાં પ્રથમ વખત આ ઉભડ સરકાર ના રાજમાં ૨૦૨૦ નું ખરીફ પાકનું વીમા પ્રીમિયમ લેવામાં આ સરકાર નિષ્ફળ રહી અને અતિ વૃષ્ટિ માં થયેલ નુકશાન નું વળતર દેશની તેજુરી ઉપર ભારણ વધાર્યંક આ દરેક બાબત તમારી ખેડૂતો પ્રત્યેની સુગ અણગમો નિષ્ક્રિયતા છતી કરે છે. અને જયારે ટીવી ઉપર ફાંકા ફોજદારી કરેલ મુજબ ખેડૂતો જયારે વીમા વળતર માંગે ત્યારે આખે આખી  સરકાર વીમા કંપનીની તેજુરી બચાવવાના પેંતરા કરી ખેડૂતોની સામે તમે વીમા કંપની ની તરફેણમાં ઉભેલ દેખાવ છો એ બાબત તમારો ખેડૂતો વિરોધનો પ્રેમ છલકાતો અનુભવી શકાય છે. આ તમામ બાબત ધ્યાને લઇ કૃષિ પ્રધાન દેશના કિસાનોને આંદોલનો કરવા રોડ ઉપર નીકળવું પડે નહિ તેવી અગાઉ થી તકેદારી રાખવી એ સરકારની પાયાની ફરજ છે. એના તદ્દન વિરુદ્ધ પરિસ્થિતિ નું નિર્માણ થયેલ છે. જે આપ સૌ જોઈ અને ગૌરવ કે શરમ અનુભવતા હશો..

Follow Me:

Related Posts