fbpx
રાષ્ટ્રીય

યુએન સાથે સંકળાયેલ આંતરરાષ્ટ્રીય મજદૂર સંગઠનના રિપોર્ટમાં ખુલાસો ભારતમાં ન્યૂનતમ મજૂરી પાકિસ્તાન, નેપાળ અને શ્રીલંકા કરતાં પણ ઓછી

સમગ્ર વિશ્વ સરેરાશ ન્યૂનતમ માસિક વેતન ૯૭૨૦ રૂપિયા પ્રતિદિનની આસપાસ છે, જ્યારે ભારત માટે તે ૪૩૦૦ રૂ, પાકિસ્તાનમાં આ ૯૮૨૦ રૂપિયા અને નેપાળમાં ૭૯૨૦ રૂપિયા

ભારતમાં કોરોના મહામારીના કારણે લાગૂ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની સૌથી માઠી અસર રોજ કમાઈને રોજ ખાનારા મજૂર વર્ગ પર પડી હતી. જાે કે હવે સંયુક્ત રાષ્ટ્ર સાથે સંકળાયેલ આંતરરાષ્ટ્રીય મજદૂર સંગઠનના રિપોર્ટમાં આ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે. તાજેતરના રિપોર્ટ મુજબ, ભારતમાં ન્યૂનતમ મજૂરી પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળ કરતા પણ ઓછી રહી છે.
રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, ભારતમાં પ્રથમ અને બીજા તબક્કામાં લૉકડાઉન દરમિયાન બધુ બંધ હોવાના કારણે મજૂરોને કોઈ મજૂરી કે આવક નથી આપવામાં આવી. ૪૦ દિવસ સુધી ચાલેલા પ્રાથમિક ફેઝના લૉકડાઉનથી અસંગઠિત ક્ષેત્રના મજૂરોના વેતનમાં સરેરાશ ૨૨.૬ ટકાની કમી આવી છે. જાે કે સંગઠિત ક્ષેત્રના મજૂરો લોકડાઉનની અસરથી સુરક્ષિત રહ્યાં. જાે કે તેમના વેતનમાં પણ ૩.૬ ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો.
જણાવી દઈએ કે, ભારતમાં મજૂરો અને શ્રમજીવીઓના વેતન માપવા માટે ૈંન્ર્ંએ પોતાના ગ્લોબલ વેજ રિપોર્ટ ૨૦૨૧માં મીડિયન વૅલ્યૂને સ્થાન આપ્યું છે. હકીકતમાં મોટાભાગના દેશોમાં ક્ષેત્રો અને સેક્ટરોના આધાર પર અલગ-અલગ ન્યૂનતમ વેતન દર હોય છે.
જ્યારે ભારતમાં ન્યૂનતમ વેતન માટે એક જ માપદંડ ૧૭૬ રૂપિયા પ્રતિદિવસ લાગૂ કરવામાં આવ્યો છે. જાે કે આ હિસાબે પણ જાેઈએ તો, વૈશ્વિક સ્તરે પણ ભારતની સ્થિતિ ઘણી ખરાબ છે.
જ્યાં એક તરફ સમગ્ર વિશ્વ સરેરાશ ન્યૂનતમ માસિક વેતન ૯૭૨૦ રૂપિયા પ્રતિદિનની આસપાસ છે, જ્યારે ભારત માટે તે ૪૩૦૦ રૂપિયા છે. આજ પ્રકારે પાકિસ્તાનમાં આ ૯૮૨૦ રૂપિયા અને નેપાળમાં ૭૯૨૦ રૂપિયા અને શ્રીલંકામાં ૪૯૪૦ રૂપિયા અને ચીનમાં ૭૦૬૦ રૂપિયા છે.

Follow Me:

Related Posts