ભાવનગર : તોલમાપ વિભાગે ક્ષતિ બદલ ૪૩૫ એકમો વિરુદ્ધ પગલાં લઇ રૂ.૪.૭૮ લાખથી વધુની સરકારી ફી વસુલ કરી
ભાવનગર અને બોટાદ જિલ્લા તોલમાપ અને ગ્રાહક સુરક્ષા તંત્ર દ્વારા હાલમાં દિવાળીના તહેવારો દરમિયાન ૪૩૫ જેટલા વિવિધ એકમોની ઓચિંતી મુલાકાત લઇ ૨૩ એકમોની સામે વધુ ભાવ લેવા, કિંમતમાં ચેકચાક કરવી, ભાવ પત્રકમાનિયત જથ્થો દર્શાવેલ ન હોય, પરવાના વગર વજન કાંટા વેચાણ કરવા, પ્રમાણિત કર્યા વગર વજન કાંટા વેચાણ કરવા તેમજઉપયોગ કરવા બદલ, વજન માપ પ્રમાણિત ન કરાવવા, ખરાઇ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવા અને પેકર તરીકેની નોંધણી ન કરાવવા બાબત જેવી તથા અન્ય ક્ષતિઓ બદલ કાયદેસર કાર્યવાહી કરી આ એકમો પાસેથી ગુન્હા માંડવાળ ફી પેટે રૂ.૫૦,૦૦૦વસૂલ કરવામાં આવ્યા તથા ૨૭૮ એકમોની ચકાસણી કામગીરી કરી રૂ.૪,૨૭,૫૩૦ ચકાસણી તથા વિલંબિત કે અન્ય ફી સહિતકુલ ૪,૭૮,૩૭૫ સરકારી ફી વસુલ કરેલ છે.સરદાર મુલાકાત દરમિયાન ગ્રાહકો તથા વેપારીઓને પ્રવર્તમાન વૈશ્વિક મહામારી કોરોના ના કારણે સરકારશ્રી દ્વારા અપાયેલદિશા નિર્દેશોનું પાલન કરવા જરૂરી સુચના જેવી કે ગ્રાહકો તથા વેપારી સ્વયં પોતે પણ માસ્ક તથા સેનેટાઈઝરનો ઉપયોગકરવો. ગ્રાહકો તથા વેપારી સ્વયં પોતે પણ એકબીજા વચ્ચે જરૂરી અંતર જાળવવું તથા ગ્રાહકોને જરૂરી સુવિધા પૂરી પાડવી વગેરેમાહિતી હાજર ગ્રાહકો તથા વેપારીઓને આપી તેનો અમલ કરવા જણાવવામાં આવ્યું હતું.સદર કામગીરીમાં જિલ્લા અધિકારી કે.એમ.રાવલ તથા સર્વે નિરીક્ષકો એમ.એસ. નિનામા અને કુ.આર.એમ.જાદવએ જરૂરીકાર્યવાહી કરી હતી. જેમાં નરસિંહભાઈ સહિત અન્ય કર્મચારીઓ પણ મદદરૂપ થયેલ.ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન વિવિધ ૩,૯૮૭ એકમોની તપાસ કરવામાં આવેલ. જેમાં વજન માપ કાયદા નિયમો તથાશરતોના ભંગ કરવા બાબતની ક્ષતિઓ બદલ કુલ ૧૯૨ એકમો સામે કાયદેસર કાર્યવાહી કરી આ એકમો પાસેથી ગુન્હા માંડવાળફી પેટે રૂ.૨,૬૬,૭૦૦ વસૂલ કરવામાં આવ્યા તથા ૩,૩૦૭ એકમોની ચકાસણી કામગીરી કરી રૂ.૨૯,૪૬,૧૪૮ ચકાસણી ફી તથાવિલંબિત કે અન્ય ફી સહિત કુલ ૪૦,૨૪,૫૨૮ સરકારી ફી વસુલ કરેલ છે.પ્રવર્તમાન વૈશ્વિક મહામારી કોરોના ના કારણે સરકારશ્રી દ્વારા વિલંબિત ચકાસણી ફી મા આપેલ રાહત આગામી ૩૧ ડીસેમ્બર,૨૦૨૦ સુધી જ હોય, બાકી રહેલ એકમોએ વહેલી તકે તે પહેલા ચકાસણી મુદ્રાંકન કામગીરી કરાવી લેવા મદદનીશ નિયંત્રક,કાનૂની માપ વિજ્ઞાન, ભાવનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.
Recent Comments