અમરેલી જિલ્લા માટે રાહતના સમાચાર. આજે ફક્ત 6 પોઝિટિવ કેસ નોંધાયા સામે 22 કેસો ડિસ્ચાર્જ. અત્યારે માસ્ક જ વેકસીન હોવાથી માસ્ક અવશ્ય પહેરવું.
આજે ફક્ત 6 પોઝટિવ કેસ નોંધાયા સામે 22 ડિસ્ચાર્જ. યાદ રાખો અત્યારે માસ્ક જ એકમાત્ર વેકસીન. અમરેલી જિલ્લા માટે આજે રાહતના સમાચાર છે. આજે ફક્ત 6 પોઝિટિવ કેસ નોંધાયા તો સામે રિકવરી રેટ સારો હોવાથી આજે 22 દર્દીઓ ડિસ્ચાર્જ થયા, છતાં શિયાળાની ઠંડી શરૂ થઈ ગઈ હોવાથી લોકો ખાસ સાવચેત રહે. ઘરમાં વડીલો કામ સિવાય બહાર ન જાય તેનો ખાસ ખ્યાલ રાખે તે માટે જિલ્લાની જનતાએ ખાસ કાળજી લેવાની જરૂર છે. તંત્ર દ્વારા કોરોના સંક્રમણને કાબુ માં લેવા સતત પ્રયત્નો કરી રહ્યું છે તેમાં લોકોને સહકાર આપવા અપીલ છે. માસ્ક પહેરી સાથે સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન અવશ્ય કરો. પોતાને અને પરિવારને સુરક્ષિત રાખો. આજ તા. 17 ડિસેમ્બરના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લા માં વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 166 દર્દીઓ છે. આજે 22 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 40 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3440 પર પહોંચ્યો છે.
અમરેલીમાં કોરોના વધુ 6 કેસ નોંધાયા, જિલ્લામાં હજુ 166 દર્દીઓ સારવાર હેઠળ, કુલ કેસની સંખ્યા 3440 પર

Recent Comments