fbpx
ગુજરાત

માઉન્ટ આબુમાં પારો માઇનસ ૧ ડીગ્રી, નલિયામાં ઠંડીએ છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો

રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન ગણાતા માઉન્ટ આબુમાં ઠંડીનો જાેરદાર પ્રકોપ જાેવા મળી રહ્યો છે. પારોમાં મોટો ઘટાડો જાેવા મળ્યો છે. બુધવારે રાત્રિનું લઘુતમ તાપમાન માઇનસ ૧ ડીગ્રી નોંધાયું હતું તેમજ મહત્તમ તાપમાન ૧૭ ડીગ્રી નોંધાયું હતું. માઉન્ટવાસીઓએ પોતાની ગાડીઓ પથરાયેલી બરફની ચાદરને ઉખાડીને આનંદ માણ્યો હતો. તે ઉપરાંત રાજ્યમાં નલિયામાં ઠંડીએ છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.
આજે લઘુત્તમ તાપમાન ૨.૫ ડિગ્રી નોંધાયું છે. જ્યારે રાજ્યમાં હજુ ઠંડી વધશે તેવી આગાહી પણ કરવામાં આવી છે.માઉન્ટ આબુમાં ઠંડીનો પ્રકોપ જાેવા મળી રહ્યો છે. માઉન્ટ આબુમાં બુધવારે રાત્રે લઘુતમ તાપમાન માઇનસ ૧ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે તાપમાનનો પારો ઠંડકથી નીચે સ્થિર થયો ત્યારે પોલો ગ્રાઉન્ડ મેદાનમાં બરફની ચાદરો છવાયેલી જાેવા મળી હતી, જેમાં હોટલ અને મકાનોની બહાર પાર્ક કરેલી કાર પર પણ બરફ જામ્યો હતો.
પર્યટકો મોડે સુધી હોટલોમાં જ પુરાઇ રહ્યા હતા. તો બીજી બાજુ માઉન્ટવાસીઓએ ગરમ વસ્ત્રો તેમજ તાપણાનો સહારો લઇ ઠંડીથી બચવાના પ્રયાસો કર્યા હતા. માઉન્ટમાં ભારે ઠંડીને કારણે રાત્રે તેમજ વહેલી સવારે પ્રવાસીઓથી ભરચક રહેતા રસ્તાઓ સૂમસામ જાેવા મળ્યા હતા અને માઉન્ટવાસીઓએ પોતાની ગાડીઓ પર પથરાયેલી બરફની ચાદરને ઉખાડીને આનંદ માણ્યો હતો.

Follow Me:

Related Posts