કરોડો રૂપિયાનાં ખર્ચે બનેલ બાયપાસ માર્ગમાં ગાબડા પડયા
દરરોજ સેંકડો વાહનો પસાર થતાં હોય અકસ્માતનો ભય કરોડો રૂપિયાનાં ખર્ચે બનેલ બાયપાસ માર્ગમાં ગાબડા પડયા પુલને જોડતા માર્ગની જગ્યામાં એક વર્ષથી ગાબડા પડતા વાહનચાલકો પરેશાન જનતા જનાર્દનનાં પરસેવાનાંપૈસાથી બનેલ માર્ગ ઉપર જનતાને વાહન ચલાવવામાં પરેશાની માર્ગ-મકાન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ માર્ગની રૂબરૂ મુલાકાત લઈ સમસ્યા દૂર કરે અમરેલીમાં વરસડા માર્ગથી નાના માચીયાળા માર્ગ વચ્ચે વર્ષોની રજૂઆત બાદ માર્ગ-મકાન વિભાગે અંદાજિત રૂપિયા 11 કરોડનાં ખર્ચે માર્ગ બનાવ્યા ને હજુ ર-3 વર્ષ પસાર થયા ત્યાં તો માર્ગમાં ગાબડા પડવાનું શરૂ થતાં વાહનચાલકો ત્રાહીમામ પોકારી ચુકયા છે. અંદાજિત 3 થી 4 કિ.મી.નાં માર્ગમાં 400થી પ00 મીટર સુધીનાં માર્ગને રેલ્વે ઓવરબ્રીજનાં કારણે બનાવવામાં આવ્યો નથી અને વરસડા માર્ગથી માચીયાળા માર્ગ સુધી જતા અનેક વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહૃાો છે. તદુઉપરાંત માચીયાળા માર્ગથી બાયપાસ જતાં જ ઠેકઠેકાણે મસમોટા ગાબડાઓ પડી જતાં ભારેખમ ટ્રક ચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહૃાો છે. તેમજ માચીયાળા માર્ગથી જતાં આવતાં પ્રથમ પુલ અને માર્ગ વચ્ચે પણ ગાબડુ પડી જતાં ગમે તે ઘડીએ અકસ્માતની શકયતાઓ જોવા મળી રહી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ડીવાઈડરવાળા માર્ગની વચ્ચે માર્ગ-મકાન વિભાગ અને વનવિભાગ ઘ્વારા વૃક્ષારોપણ કરવાની પણ જરૂરીયાત જોવા મળી રહી હોય માર્ગ-મકાન વિભાગનાં અધિકારીઓએ બાયપાસની મુલાકાત લઈને જે કોઈસમસ્યા હોય તેનું નિરાકરણ કરવું જોઈએ તેવી માંગ ઉભી થઈ રહી છે.
Recent Comments