fbpx
ગુજરાત

હવે જીટીયુમાં ડ્રોપઆઉટ સ્ટુડન્ટસને ફરી અભ્યાસની તક આપવા ર્નિણય

જીટીયુની બોર્ડ મીટિંગમાં વિવિધ નવી પોલીસીને મંજૂરી આપવામા આવી છે અને નવી શિક્ષણ નીતિ હેઠળ ડ્રોપઆઉટ સ્ટુડન્ટસને ફરી અભ્યાસની તક આપવા ર્નિણય કરવામા આવ્યો છે.આ ઉપરાંત સીડ મની પ્રોજેક્ટ શરૃ કરવા ઠરાવ થયો છે. જે અંતર્ગત પ્રોફેસરને એક લાખ અને પીજી વિદ્યાર્થીને ૨૫ હજાર રૃપિયા રીસર્ચ માટે આપવામા આવશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જાેગવાઈને ધ્યાને રાખતા અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ જે તે ટેકનિકલ કોર્સમાં અધવચ્ચેથી અભ્યાસ છોડીને જતા રહ્યા હોય તેઓને ફરી અભ્યાસની ખાસ છુટ આપવા ઠરાવ થયો હતો.
જીટીયુની સ્થાપના થયા બાદ છેલ્લા ૧૩ વર્ષમાં હજારો વિદ્યાર્થીઓ ખાસ કરીને ડિપ્લોમાના વિદ્યાર્થીઓ અભ્યાસ અધવચ્ચેથી છોડીને જતા રહયા છે ત્યારે વિદ્યાર્થીઓને ફરી અભ્યાસની તક મળી શકશે. આ ઉપરાંત યુનિ.ની આઈટી પોલીસી, સીડ મની પ્રોજેક્ટ પોલીસી તથા વુમન સેક્સ્યુઅલ હરેસમેન્ટ મોનિટરિંગ કમિટીની પોલીસી મંજૂર કરવામા આવી હતી. આઈકયુંએસી દ્વારા શરૂ કરાયેલા સીડ મની પ્રોજેક્ટ હેઠળ પીજીમાં વિદ્યાર્થીને ૨૫ હજાર અને પ્રોફેસરને એક લાખ રૃપિયા રીસર્ચ માટે અપાશે. બોર્ડ મીટિંગમાં વિવિધ બોર્ડ મેમ્બરો દ્વારા જુદા જુદા સૂચનો કરવામા આવ્યા હતા ત્યારે રાજકીય પીઠબળ ધરાવતા જે બોર્ડ મેમ્બર સામે યુનિ.માં પોતાના માણસોને કર્મચારી તરીકે ગોઠવવા અનેક ફરિયાદો ઉઠી ચુકી છે
તે જ બોર્ડ મેમ્બર દ્વારા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓનું મુલ્યાંકન કરવાની સુફિયાણી વાતો કરી કમિટી રચવાનુ સુચન કરવામા આવ્યુ હતું તથા મંજૂર થયેલ મહેકમની વિગતો માંગવામા આવી હતી. બોર્ડ મીટિંગમાં સરકાર દ્વારા ફાળવતી ગ્રાન્ટને લઈને પણ ચર્ચા ઉઠી હતી અન્ય યુનિ.ઓને કેટલી ગ્રાન્ટ મળે છે અને જીટીયુને કેટલી ગ્રાન્ટ મળે છે તેને લઈને પણ ચર્ચા કરી અહેવાલ માંગવામા આવ્યો હતો તથા અન્ય યુનિ.ઓની સરખામણીએ જીટીયુમાં કેટલુ મહેકમ મંજૂર થયુ છે તેની ચર્ચા કરવામા આવી હતી.

Follow Me:

Related Posts