ડો. નેહા શાહ સીઝનની ચોથી કરોડપતિ બની
‘કૌન બનેગા કરોડપતિ’ શોને સીઝનની ચોથી કરોડપતિ મળી ગઈ છે. નવા પ્રોમોમાં જાેઈ શકાય છે કે ડૉ. નેહા શાહ શોની ચોથી કરોડપતિ બની છે. એટલું જ નહિ, પણ નેહા કરોડપતિ બનનારી ચોથી મહિલા કન્ટેસ્ટન્ટ છે. તેની પહેલાં ટીચર અનુપા દાસ, કમ્યુનિકેશન મેનેજર નાઝિયા નસીમ, આઇપીએસ ઓફિસર મોહિત શર્મા આ શોમાં કરોડપતિ બન્યાં છે.
આવતા અઠવાડિયે ટેલિકાસ્ટ થનારા શોના પ્રોમોમાં નેહા શાહ અમિતાભ બચ્ચન સાથે ફ્લર્ટ કરતી દેખાશે. એ પછી બચ્ચનસાહેબ કહે છે, તમે ૧ કરોડ પર ફોકસ કરો. તેઓ જેવા ‘૧ કરોડ’ બોલે છે કે તરત જ નેહા તેમને ફ્લાઈંગ કિસ અને લવ યુ કહે છે.
નેહા પછી અમિતાભ બચ્ચન કહે છે, મારો અને તેમનો રોમેન્ટિક એન્ગલ ચાલી રહ્યો છે. આ પ્રોમો તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્સલ્સ પર શેર કર્યો છે. પ્રોમોમાં નેહા ૭ કરોડના જેકપોટ પ્રશ્ન સુધી પહોંચી ગયેલી દેખાય છે. સોની ટીવીએ લખ્યું, કન્ટેસ્ટન્ટ નેહા શાહ અને અમિતાભ બચ્ચનમાં અમુક હળવા મોમેન્ટ કર્યા છે.
Recent Comments