સાવરકુંડલાના મહુવા રોડ બાયપાસ નજીક માનવ મંદિરના પૂજ્ય ભક્તિ બાપુના વરદ હસ્તે વૃદ્ધાશ્રમ લોકાર્પણ કરવામાં આવ્યું
સાવરકુંડલાના મહુવા રોડ બાયપાસ નજીક માનવ મંદિર ના પૂજ્ય ભક્તિ બાપુના વરદ હસ્તે વૃદ્ધાશ્રમ માં બાપ ના ઘરનો લોકાર્પણ કરવામાં આવ્યું…
સાવરકુંડલા સંત અને શૂરાની ભૂમિ એટલે કાઠીયાવાડ.. આ ધરતી ઉપર અનેક સંતોએ દેશની સંસ્કૃતિ જાળવવા અથાક પ્રયત્નો કર્યા છે અને પોતાનો ધર્મ પૂરો કર્યો છે ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક માનવ મંદિર ના સંત પૂજ્ય ભક્તિ બાપુના વરદ હસ્તે દેવશ્રી દિવ્ય આનંદ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત પૂજ્ય મનીષા દીદી ના દ્વારા સ્થપાયેલ વૃદ્ધાશ્રમ માં બાપ ના ઘર નું લોકાર્પણ કરવામાં આવ્યું.. નયન રમ્ય અને કુદરતીવાતાવરણની વચ્ચે આજે પાંચ વૃદ્ધિથી આશ્રમની શરૂઆત કરવામાં આવી છે આજના યુગમાં શ્રવણ ઓની સંખ્યા ઘટી રહી છે ત્યારે આ દેશના સંતો અને સાધવી ઓ દ્વારા જીવનની આથમતી સંધ્યાએ પહોંચેલા વૃદ્ધ માણસોની વહારે આવી પોતાનો ધર્મ પૂરો કરવાનો પ્રયાસ કર્યો છે..
ઉદ્ઘાટન પ્રસંગે ઉદઘાટક પૂજ્ય ભક્તિબાપુ એ તેમજ આશ્રમના સ્થાપક સાધ્વી પૂજ્ય મનીષા દીદી એ જણાવ્યું કે અમે દિલથી નથી ઈચ્છતા કે આવા આશ્રમનો ઉત્તરોત્તર વિકાસ થાય પરંતુ જેને પરિવારે અને સમાજે તરછોડ્યા છે તેઓને હુંફ અને પ્રેમ મળે તેમ ની પાછલી જિંદગી સુખ અને શાંતિમય રીતે પસાર થાય તેવા હેતુથી સાધુ સંતો નો જે ધર્મ છે રોટલો અને ઓટલો એ આપવાનો અમારો નમ્ર પ્રયાસ છે સમાજના દરેક લોકો ને નમ્ર અપીલ કરતા જણાવ્યું કે માનવતાવાદી ધર્મ સ્વીકારો માબાપની સેવા કરો અને રાષ્ટ્રવાદી બનો…હોમ હવન અને ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિથી આ આશ્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું..
આ કાર્યક્રમ પ્રસંગે આશ્રમમાં જે મુખ્ય યોગદાન છે એવા કનુભાઈ જયાણી વિનુભાઈ ચુડાસમા અકિતભાઈ કાછાડીયા મનુભાઈ જયાણી વાલજી ભાઈ રાદડિયા જયતિભાઈ કાછાડીયા મયૂરભાઈ સહિતના અનેક સેવકોએ તન મન ધન થી સહકાર આપી સેવા કરી રહયા છે
Recent Comments