ગતરોજ સાવરકુંડલાના સાંજના લગભગ સાત સાડાસાત આસપાસ વરસાદે તોફાની બેટિંગ કરી હતી. જાણે મીની વાવાઝોડું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. ભારે વરસાદને કારણે વીજળી રાણી પણ રિસાઈ ગયેલા તો ગતરોજ લગભગ સમગ્ર શહેરમાં નવરાત્રી નિમિત્તે યોજાતા રાસ ગરબાના કાર્યક્રમો મુલતવી રાખવામાં આવેલ. શહેરમા પવનની ગતિ વધુ હતી પરંતુ કોઇ લાંબુ નુકસાન જોવા મળેલ ન હતું.. ખાસ કરીને ખેલૈયાઓએ માટે આ વરસાદ વસમો હોય તેવું જણાયું. આજરોજ સવારથી બપોર સુધી ધીમી ધારે જરમર વરસાદ વરસ્યો.. રસ્તા પર પાણી હોય લોકોને આજે પણ નવરાત્રિ નિમિત્તે બહાર નીકળવા આં થોડી મુશ્કેલી તો જરૂર થશે. જો કે ખેલૈયાઓઆ ઉત્સાહને જોતા આવી બાબતોને લક્ષમાં ન લે એ સ્વાભાવિક છે. જો કે રાત્રે વાતાવરણ કેવું રહે છે તેના પર નવરાત્રી રાસનો આધાર છે. હાલ તો આ લખાય છે ત્યારે વાતાવરણ શાંત છે. આગળ ઉપર હરિ જાણે.
સાવરકુંડલા શહેરના ખેલૈયાનો ભારે વરસાદ અને પવને મૂડ બગાડ્યો

















Recent Comments