fbpx
અમરેલી

લાઠી પીજીવીસીએલ ના કર્મચારીઓ એ કાળી પટ્ટી ધારણ કરી, સુત્રોચ્ચાર સાથે વિરોધ વ્યકત કર્યો

લાંબા સમય થી ૭ મા પગારપંચ મુજબ એલાઉન્સ ના લાભ થી વંચિત વિજકર્મીઓ ના પડતર પ્રશ્નો ની બે વર્ષ થી વારંવાર રજુઆતો છતાંયે સરકાર માં કોઈ હકારાત્મક પ્રયાસ ન થતા રોષે ભરાયેલા કર્મચારીઓ વિવિધ યુનિયનો દ્વારા રચિત ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિ ના ઉપક્રમે કાળી પટી ધારણ કરીને વિરોધ વ્યકત કર્યો હતો.

સંગઠન ના આદેશ અન્વયે તા. ૧૬/૧/ર૦ર૧ ના રોજ લાઠી પીજીવીસીએલ ના અધિકારીઓ/કર્મચારીઓ ના પ્રશ્નો નો લાંબા સમય થી નિકાલ ન આવતા સવાર થી જ અધિકારીઓ તથા કર્મચારીઓ પોતાની ફરજ દરમિયાન કાળ પટી ધારણ કરી પોતાનો વિરોધ – આક્રોશ વ્યકત કર્યો હતો. ઉકત વિરોધ માં વર્ગ–૧ થી વર્ગ–૪ સુધીના તમામ કર્મચારીગણ એક જુથ થઈ પડતર પ્રશ્નો ના નિકાલ માટે ગાંધી ચિંધ્યા માર્ગે જઈ પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
કર્મચારીઓ ની પડતર માંગણી સંદર્ભે આગામી દિવસો માં નર્ણયિ નહિં આવે તો આવનારા સમય માં આંદોલન વધુ ઉગ્ર બને તેમજ આગામી ર૧ તારીખે ગુજરાત રાજય ના આશરે પપ૦૦૦ વિજકર્મીઓ માસ સી.એલ. પર જઈ વિરોધ પ્રદર્શિત કરશે તેમ અખબારી યાદી માં જણાવેલ છે

 
Follow Me:

Related Posts