સૌરાષ્ટ - કચ્છ

મોરબીમાં મહિલાને ઢસડીને લોખંડની પાઇપથી માર મારનાર ચાર સામે ફરિયાદ

મોરબીમાં એક મહિલાને ચાર જેટલા ઇસમોએ માર માર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મહિલાએ આ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ કરી હતી જેનો રોષ રાખીને આ લોકોએ આ મહિલાને તેના ઘરમાંથી બહાર લાવીને જાહેર રસ્તા પર લઇ જઇને લાખંડના પાઇપોથી માર માર્યો છે. આ અંગે સ્થાનિક પોલીસે મહિલાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે નોંધાયેલ ફરિયાદ પ્રમાણે, સાંજના સાડા સાતેક વાગ્યાની આસપાસ નસીમબેન કરીમભાઈ વલીમામદ પારેડી નામના મહિલા પોતાના ઘરે રસોઇ બનાવી રહ્યાં હતા.

તે દરમિયાન પાછલી શેરીમાં રહેતો દાઉદ ઉર્ફે દાવલો મામલભાઇ પલેજા તથા તેના મિત્રો જાવેદ મીટર તથા રહીમ ટકો તથા દાઉદના માસીનો દીકરો ચારેવ લોકો મહિલાના ઘરમાં ઘુસી ગયા હતા. આ ચારેવે મહિલાને અપશબ્દો બોલીને ધમકાવી હતી કે, તું પોલીસ સ્ટેશનમાં મારી સામે કેમ પોલીસ ફરિયાદ કરવા જાય છે? મહિલા કાંઇ બોલે એ પહેલા તો આ ચારે લોકો તેને ખેંચીને બહાર લઇ ગયા હતા. મહિલાને ઘસેડતા ઘસેડતા ધમકાવતા હતા કે, અહીં રહેવું હોય તો અમે કહીએ તે પ્રમાણે કરવું પડશે અને અપશબ્દો બોલતા હતા. મહિલાએ અપશબ્દો બોલવાની ના પાડી તો દાઉદ લોખંડના પાઇપ વડે મહિલાને ફટકારવા લાગ્યો હતો.
મહિલાની બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો પણ ત્યાં ભેગા થયા હતા પરંતુ તે લોકો મહિલાને છોડવવા આવતા તો તેમને પણ છોડાવવા દીધી ન હતી અને મહિલાને વધારેને વધારે માર માર્યો હતો. તેમણે મહિલાને ધમકી પણ આપી હતી કે, જાે હવે પોલીસ પાસે ગઇ છે તો તને જાનથી મારી નાંખીશ. તેવું કહીને ત્યાંથી ચારેવ ફરાર થઇ ગયા હતા. હાલ, આ મહિલાને રાજકોટ સિવિલમાં સારવાર માટે લાવવામાં આવી છે. સિવિલના ડૉક્ટરના જણાવ્યાં પ્રમાણે, મહિલાને બે પગમાં ફ્રેક્ચર થયું છે અને કોણીના ભાગે પણ ઇજા થઇ છે.

Related Posts