fbpx
રાષ્ટ્રીય

મોદી સરકારના બજેટ પર રાહુલ ગાંધીના પ્રહાર ઉદ્યોગપતિ મિત્રોને દેશની સંપત્તિ હેન્ડઓવર કરાઈ રહી છેઃ રાહુલ ગાંધી

કાૅંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય બજેટ ૨૦૨૧ પર નિરાશા વ્યક્ત કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, આ બજેટમાં ગરીબો માટે કંઈ નથી. તેમણે કહ્યું કે, ગરીબોના હાથમાં રોકડની વાત તો ભૂલી જ જાઓ. નરેન્દ્ર મોદી સરકાર પોતાના મૂડીપતિ દોસ્તોના હાથમાં દેશની સંપત્તિ સોંપવાની યોજના બનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી અનેકવાર સરકારને ગરીબોના હાથમાં સીધી રોકડ ટ્રાન્સપરની માંગ કરતા આવ્યા છે. કોરોના મહામારીના સમયે પણ રાહુલ ગાંધીએ આ માંગ કરી હતી.

રાહુલ ગાંધીનો તર્ક છે કે જાે ગરીબોના હાથમાં પૈસા આવશે તો ખર્ચ કરી શકશે અને જાે ખર્ચ કરશે તો ઇકોનોમીને ગતિ મળશે. આ વખતે બજેટમાં સરકારે એવી કોઈ યોજનાની જાહેરાત નથી કરી. આ બજેટમાં કેન્દ્ર સરકારે અનેક ઁજીેં, વીમા, રેલવે સેક્ટર, બેંક ડિસઇન્વેસ્ટમેન્ટનો ર્નિણય કર્યો છે. સરકારને આશા છે કે આનાથી સરકારને રૂપિયા મળશે, જેનો ઉપયોગ સરકારી યોજનાઓમાં કરવામાં આવશે. રાહુલ ગાંધીએ બજેટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગરીબોના હાથમાં રોકડ આપવાની વાત તો ભૂલી જ જાઓ, મોદી સરકાર ભારતની સંપત્તિને પોતાના મૂડીપતિ દોસ્તોને હેન્ડઑવર કરવાની તૈયારી કરી રહી છે.

બજેટ રજૂ થયા પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે, આ બજેટમાં સરકારે ખેડૂતો, મજૂરોને રોજગાર આપવાની જાેગવાઈ કરવી જાેઇએ. મધ્યમ ઉદ્યોગોને મદદ મળવી જાેઇએ જેથી નવી નોકરીઓ પેદા થઈ શકે છે. લોકોના જીવ બચી શકે તે માટે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ખર્ચા વધારવા જાેઇએ. આ ઉપરાંત સરકારે સંરક્ષણ ક્ષેત્રે ખર્ચ વધારવો જાેઇએ. બીજી તરફ બજેટને લઇને પીએમ મોદીએ કહ્યું છે કે, આ બજેટ નવા ભારતના આત્મવિશ્વાસને ઉજાગર કરનારું છે. બજેટ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બદલાવ લાવશે, સાથે જ યુવાનોને અનેક તકો આપવાનું કામ કરશે.

Follow Me:

Related Posts