fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગીરમાં સિંહના શિકારને લઈ સૌરાષ્ટ્રમાં વન વિભાગનું ૩ દિવસનું રેડ એલર્ટ

સૌરાષ્ટ્રમાં સિંહના શિકારની ઘટના સામે આવતાં સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સિંહના શિકાર મામલે હવે સૌરાષ્ટ્રમાં વન વિભાગ દ્વારા ૩ દિવસનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને વન વિભાગના ૧૩ ડિવિઝનમાં સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું છે. ગત રોજ એક વર્ષીય સિંહ ફાળ ફાસલામાં મળી આવ્યો હતો. જે મામલે વન વિભાગને ટીમે ૪ લોકોની ધરપકડ કરી સિંહબાળનું રેસ્ક્યૂ કર્યું હતું. સિંહબાળ ફાસલામાં ફસાવવા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. સિંહના શિકાર માટે ૬ જગ્યાઓએ ફાસલા ગોઠવવામાં આવ્યા હતા. વન વિભાગની ટીમે ૪ ફાસલા શોધી કાઢ્યા છે. જ્યારે હજુ બે ફાસલાની શોધખોળ ચાલુ છે.

આ ઉપરાંત રેલવે સ્ટેશન, બસ સ્ટેશનો, ઝૂંપડાઓમાં પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અને દેશી દવા વેચતાં લોકોને ત્યાં પણ તપાસ થઈ રહી છે. ગીર પુર્વ-પશ્ચિમ, સાસણ, ગીરનાર, વેરાવળ, પોરબંદર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, રાજકોટ, સહીતના ડિવિઝનનો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્રણ દિવસ માટે રેડ એલર્ટ અપાયું છે. રેડ એલર્ટમાં ઉચ્ચઅધિકારીઓ સઘન ચેકીંગ કરશે. ગીર સહિતનાં વિસ્તારોમાં પેટ્રોલિંહ વધારી દેવામાં આવ્યું છે.

તો સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડના પૂર્વ સભ્યે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. વાઘના નામે સિંહની દાણચોરી થતી હોવાની આશંકા તેઓએ વ્યક્ત કરી છે. સિંહો અને વાઘના અંગોમાં સમાનતા જાેવા મળે છે. વાઘના અંગો ખૂબ જ કિંમતી હોય છે અને દવા બનાવવા માટે ઉપયોગ થતો હોય છે. ચીનમાં વાઘના અંગોની ડિમાન્ડ જાેવા મળે છે. સિંહના અંગોની દાણચોરીની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts