fbpx
ગુજરાત

વર્લ્ડ ફોમ્ર્યૂલા રેન્કિંગમાં જીટીયુની ટીમે વિશ્વની ૬૨૨ ટીમમાંથી ૪૫મુ સ્થાન પ્રાપ્ત કર્યું

તાજેતરમાં જ વર્લ્ડ રેન્કીંગ ઑફ ફોમ્ર્યુલા સ્ટુડન્ટ એસોસીયેશને વિશ્વના જુદાં-જુદાં દેશોના ટેક્નિકલ વિદ્યાર્થીઓની ૬૨૨ ફોમ્ર્યુલા ટીમનું તમામ પ્રકારે મૂલ્યાંકન કરીને રેન્કીંગ જાહેર કર્યું છે. જેમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની સ્ટુડન્ટ ફોમ્ર્યૂલા ટીમે સમગ્ર વિશ્વમાં ૪૫મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સાથે જ ટોપ-૫૦માં પસંદગી પામનાર દેશની એકમાત્ર ટીમ છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ ટેક્નિકલ ક્ષેત્રે તમામ પ્રકારના ઉચ્ચત્તમ ધોરણો પ્રાપ્ત કરે, તે માટે જીટીયુહંમેશા કાર્યરત રહે છે.

ફોમ્ર્યુલા રેન્કીંગમાં સમગ્ર વિશ્વમાં ટોપ-૫૦માં સ્થાન પ્રાપ્ત કરીને જીટીયુની ટીમે રાજ્ય અને દેશનું નામ રોશન કર્યું છે. જર્મની ખાતેથી કાર્યરત વર્લ્ડ રેન્કીંગ ઑફ ફોમ્ર્યુલા સ્ટુડન્ટ એસોસીયેશન દ્વારા જાહેર કરાયેલ ફોમ્ર્યૂલા રેન્કીંગ માટે વિવિધ પ્રકારના ધરાધોરણો નક્કી કરવામાં આવ્યા હતાં. જેમાં ફોમ્ર્યૂલા કારના નિર્માણમાં મિકેનિકલ અને ઓટોમોબાઇલ્સ ક્ષેત્રની કેવા પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ થયેલ છે. તથા તેની ડિઝાઈનમાં જાેવા મળતાં સેફ્ટી ફિચર્સ અને પર્યાવરણ સંબધીત બાબતો, આ ઉપરાંત છેલ્લા ૧ વર્ષમાં યોજાયેલ વિવિધ સ્પર્ધામાં મેળવેલ ક્રમાંક વગેરે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વર્લ્ડ રેન્કીંગ ઑફ ફોમ્ર્યુલા સ્ટુડન્ટ એસોસીયેશને જીટીયુની ફોમ્ર્યૂલા ટીમને ૧ હજાર માંથી ૭૪૫ પોઈન્ટનો સ્કોર આપ્યો હતો.
ગત વર્ષે ફોમ્ર્યૂલા ભારત સ્પર્ધામાં જીટીયુની ટીમે તૃતિય સ્થાન હાંસલ કર્યુ હતું. આ ઉપરાંત બુદ્ધ સર્કિટ સૂપ્રાસઈ ઈન્ડિયા સ્પર્ધા માટે પણ પસંદગી પામ્યા હતાં. સમગ્ર વિશ્વમાં ટોપ -૫૦માં સ્થાન પ્રાપ્ત કરીને જીટીયુની ટીમે દેશનું ગૌરવ વધાર્યું છે.

Follow Me:

Related Posts