અમરેલીમાં આગામી ગુરૂવારે પોલીસ અધિક્ષકનો લોક દરબાર
જનતા તેની પાસે રજુઆત કરી શકશે
અમરેલી જિલ્લા પોલીસ વડાએ પ્રજાજોગ સંદેશ આપતા જણાવ્યું છે કે, આગામી તા.11/ર ના રોજ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવેલ છે.
આ લોક દરબારમાં લોકો વગર લાયસન્સે ગેરકાયદેસર વ્યાજે પૈસા આપવા, બળજબરી કે ધાકધમકી આપી પૈસા પડાવનાર, ગેરકાયદેસર રીતે નાણા ધીરે અને મકાન, જમીન પચાવી પાડનાર વિરૂઘ્ધ અરજદારો ફરિયાદ આપી શકશે. તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
Recent Comments