ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૧૪ ફેબ્રુઆરી થી ૨૦ ફેબ્રુઆરી સુધી.
મેષ :- લાભ સ્થાનેથી વ્યય ભુવનમાં ચંદ્રનું આગમન ભૌતિક સુખ સગવડો માટે સંતાનોનાં શિક્ષણ માટે સ્ત્રી વર્ગ માટે ખર્ચના પ્રસંગો ઉભા થાય, સપ્તાહનાં અંતમાં શુક્રનું લાભ સ્થાને આગમાન સ્ત્રી વર્ગથી લાભ આપે.
બહેનો :- સંતાનોનાં કાર્યની જવાબદારીમાં દોડધામ વધે.
વૃષભ :- લાભ સ્થાને આવી રહેલ ચંદ્ર ગુરુની રાશિમાં શિક્ષણ ક્ષેત્રથી જોડાયેલ હોય તો ઘણા બધ લાભની પ્રાપ્તિ કરાવશે. નવી ઓળખાણથી ભવિષ્યમાં ફાયદો મેળવી શકો, શુક્રનું દશમાં સ્થાને આગમન સુખમાં વધારો કરે.
બહેનો :- ભવિષ્યના કાર્ય માટેના આયોજનમાં સહકાર મળે.
મિથુન :- દશમાં સ્થાને ચંદ્રનું ભ્રમણ ઉદ્યોગ, ધંધો, નોકરીયાત વર્ગને સારી આર્થિક સ્થિતિ આપનાર ચંદ્ર સફેદ વસ્તુનાં ધંધામાં તેજીનો માહોલ જોવા મળે, શુક્ર ભાગ્ય સ્થાને અચાનક ભાગ્યોદયની તક લાવે.
બહેનો :- પિતૃ પક્ષે પ્રસંગોનો આનંદ મેળવી શકો.
કર્ક :- ભાગ્યસ્થાન ચંદ્ર તમારામાં સાહસ વૃદ્ધિ કરાવનાર હોય ભાઈ ભાંડુથી પણ સહકાર મેળવવામાં સફળ રહેશો. પરદેશથી શુભ સંદેશો પ્રાપ્ત થાય. શુક્રનું આઠમા સ્થાને ભ્રમણ સ્ત્રી વર્ગનાં કાર્યમાં વ્યસ્ત રખાવે.
બહેનો :- ધર્મકાર્ય, સામાજિક સેવાકીય પ્રવૃત્તિ થાય.
સિંહ :- આઠમા સ્થાને ચંદ્રનું ભ્રમણ વાણીનો ઉપયોગ નમ્રતા પૂર્વક કરવો, વારસાઈ સંપતિના કાર્ય પારિવારિક કાર્યમાં શાંતિ પૂર્વકના નિર્ણયો કરવા શુક્ર સાતમાં સ્થાને આવતા લગ્ન ઇચ્છુકો માટે શુભ બને.
બહેનો :- વાહન ચલાવવામાં કાળજી લેવી, મૌન રાખવું.
કન્યા :- સાતમાં સ્થાને ચંદ્ર દામ્પત્ય જીવનમાં સુખનો અનુભવ કરાવનાર ભાગીદારીમાં પણ ખુબ સારો લાભ આપે. ધન, સંપતિનાં પ્રશ્નોનું સરળતાથી સમાધાન મળે શુક્ર છઠા સ્થાને ગુપ્ત સ્થાનનાં રોગોથી સાચવવું.
બહેનો :- દામ્પત્ય જીવનમાં મધુરતા અને સ્નેહમાં વધારો થાય.
તુલા :- છઠા સ્થાને ચંદ્ર આરોગ્ય બાબતમાં ખુબ સારો લાભ અને કોર્ટ કચેરીનાં કાર્યમાં ઉત્સાહ પૂર્વકનો વિજય અપાવે, મોસાળ પક્ષમાં જવાનું થાય, શુક્ર પાંચમાં સ્થાને નવા સ્ત્રી મિત્રો કે શિક્ષણથી લાભ થાય.
બહેનો :- જુના રોગોમાંથી ભાર નીકળવાનો રસ્તો મળે.
વૃશ્ચિક :- પાંચમાં સ્થાને ચંદ્ર સંતાનોથી સારી સફળતાનો યશ પ્રાપ્ત કરી શકો, જુના નાણા પરત આવે, શિક્ષણ સંસ્થાઓ કે જાહેર સંસ્થા સાથે નવું જોડાણ થાય, શુક્રનું ચોથા સ્થાને આગમન ભૌતિકતામાં વધારો કરે.
બહેનો :- અધૂરા શિક્ષણની મનોકામના પૂર્ણ થાય.
ધન :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સ્થાવર મિલ્કત કે દસ્તાવેજ, ઉદ્યોગ, ધંધાનાં અટકેલા કાર્યને વેગ અપાવનાર માતૃપક્ષ તરફથી સારો સહયોગ અપાવે, શુક્રનું ત્રીજે આગમન દૈવી કાર્યની ઈચ્છા પૂરી થાય.
બહેનો :- મોસાળ પક્ષના પ્રસંગો સાચવવા જવાનું થાય, આનંદ વધે.
મકર :- ત્રીજો ચંદ્ર ગુરુની રાશિમાં આવતા દુર દેશથી સારા સમાચાર મળે, ભાગ્યોદય માટેની તમારી ઈચ્છા પૂર્ણ થતી હોય એવું લાગે, ધર્મ પ્રત્યે શ્રધ્ધા વધે, શુક્રનું બીજે ભ્રમણ આર્થિક લાભની આશા જીવંત રાખે.
બહેનો :- સાહસ વૃતિ અને આત્મબળમાં વધારો થાય.
કુંભ :- બીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ કુટુંબ પરિવાર સાથે નાણા મોટા પ્રવાસ આપનાર ઘરમાં આનંદનું વાતાવરણ ઉભું થાય, શાંતિનો અહેસાસ કરાવનાર અને શુક્રનું આપની રાશિમાં ભ્રમણ મોજ શોખ વધારનાર બને.
બહેનો :- પારિવારિક જીવન ખુશાલી ભર્યું રહેતા ખુશી વધે.
મીન :- આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ આવતા દામ્પત્ય જીવનમાં ધાર્મિક વિચારો, સંતાનોનાં શિક્ષણ માટે અગત્યના નિર્ણયો લેવરાવે, શુક્રનું બારમાં સ્થાને ભ્રમણ અચાનક મુસાફરી માટે ખર્ચમાં વધારો કરે.
બહેનો :- મનની ઇચ્છાઓની પુરતી અને સારા વિચારોને સ્થાન મળે.
વાસ્તુ :- પરદેશ જવામાં વિઝાનો પ્રશ્ન અટકતા હોય તો શનિની ઉપાસના કરવી શનિ મંત્રના જાપ અને શનિવારે મજુર, ગરીબ વર્ગને ભોજન અને પગરખાનં દાન કરવાથી સરળતાથી વિઝાનો પ્રશ્ન હાલ થાય છે.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426264638



















Recent Comments