રાજકોટ મનપાની ચૂંટણી માટે ભાજપનો સંકલ્પ પત્ર કરાયો જાહેર
શ્રમજીવી પરિવાર માટે હોસ્પિટલની સુવિધા આપવામાં આવશે. સોલાર પાવર અને વિંડ પાવર પ્રોજેક્ટને પ્રોત્સાહન અપાશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આજે રાજકોટમાં ભાજપે ચૂંટણી ઢંઢરો જાહેર કર્યો છે. રાજકોટ મનપાની ચૂંટણી માટે ભાજપનો સંકલ્પ પત્ર આજે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરવામાં આવ્યો છે. રંગીલા રાજકોટનો કિલ્લો સર કરવા માટે ભાજપે આજે સવારે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં લોકોને આકર્ષવા માટે અલગ અલગ વાયદાઓ કરવામાં આવ્યા છે. ભાજપના સંકલ્પ પત્રમાં મહત્વપૂર્ણ કહી શકાય તેવા ૧૨ જેટલા મુદ્દાને આવરી લેવાયા છે. રાજકોટની હદમાં વધારો થયા પછી ૧૮ વોર્ડ યથાવત રાખવામાં આવ્યા છે. રાજકોટમાં મોટા મવા, મુંજકા, માધાપર, ઘંટેશ્વર અને મનહરપુર એમ પાંચ ગામનો રાજકોટ શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનની ચૂંટણીમાં ૭૨ કોર્પોરેટરો ચૂંટવાના રહેશે. જેમાં ૩૬ બેઠકો મહિલા અનામત છે.
કુલ ૭૨ બેઠકો પૈકી ૫ બેઠકો અનુસૂચિત જાતિ અનામત રહેશે. તે પાંચ પૈકી ૩ મહિલા અનુસૂચિત જાતિ માટે રહેશે. ૭ બેઠકો બક્ષીપંચ માટે અનામત રહેશે. આ ૭માં ૭ બેઠકો બક્ષીપંચ મહિલા માટે અનામત રહેશે. ૧ બેઠક આદિજાતિ મહિલાઓ માટે અનામત રહેશે. રાજકોટમાં પ્રથમ વખત આદિવાસી મહિલા માટે એક બેઠક અનામત રહેશે. ભાજપના સંકલ્પ પત્રમાં મહત્વપૂર્ણ કહી શકાય તેવા ૧૨ જેટલા મુદ્દામાં રાજકોટને સર્વોત્તમ, સુંદર બનાવવાનું સપનું છે. આ સિવાય આર્ત્મનિભર સ્ત્રી શક્તિ પર ભાર મુકાયો, ઈન્ટરનેટ, જ્ઞાન સાથે ગમ્મતની ભેટનો વાયદો, યુવાનો માટે યુથસ્પોટ, યુવા કોટ પર ભાર મુકાયો, વડીલ વંદના, સામાન્ય જનના મુદ્દા પર ભાર મુકાયો, નવા વિસ્તારોને નવી સુવિધાનો વાયદો, કળા, સંસ્કૃતિ, વેપાર – ઉદ્યોગોને પ્રોત્સાહનનો વાયદો, દરેક આરોગ્ય કેન્દ્રના આધુનિકીકરણનો વાયદો અને ઈન્ડોર સ્ટેડિયમ, જીમ, યોગખંડ, શહેરમાં અલગ-અલગ સ્થળે ૫ અંડરબ્રિજ બનશે.
દરેક આરોગ્યૉકેન્દ્રનુ આધુનિકીકરણ કરાશે. શહેરમાં ૫ મુખ્ય બજારોમાં ઓટોમેટિક વોટર મશીન મુકાશે. મોટા મવામાં સ્વિમિંગપુલ, લાયબ્રેરી, રસ્તા, લાઈટની સુવિધા અપાશે. ઈન્ટરનેટ વાઇફાઇ વધુ જગ્યાએ ફ્રી આપીશુ. ૫ વર્ષ માં ૨૪ કલાક પાણી મળે તે માટે કામ કરીશું. ટ્રાફિક સમસ્યા દૂર કરવા ની કામગીરી કરીશું. ફેરિયા, રેંકડી ધારકો માટે ઝોન બનાવીશું. ગ્રીન રાજકોટ, ક્લિન રાજકોટ માટે પ્રવૃત્તિઓ કરીશુ. પણ બનાવવાનો નિર્ધાર કર્યો છે. રાજ્યમાં ૬ મહાનગરપાલિકાઓ
Recent Comments