fbpx
અમરેલી

કાલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી રૂપાલા, એન.સી.યુ.આઈ.ચેરમેન સંઘાણી, સાંસદ કાછડિયા, જીલ્લા ભાજપ પ્રમુખ વેકરીયા પોતાના વતનમાં ઉપસ્થિત રહી મતદાન કરશે

આજ રોજ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચુંટણી યોજાનાર છે ત્યારેકેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા તેમના વતન ઈશ્વરયા ખાતે સવારે કલાકે 7:00 મતદાન કરવા માટે જશે.જ્યારે એન.સી.યુ.આઈ ના ચેરમેન, ઇફ્કો ના વાઇસ ચેરમેન, પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણી તેમના વતન માળીલા મુકામેસવારે કલાકે 10:00 મતદાન કરવા માટે જશે, જ્યારે સાંસદ નારણભાઈ કાછડીયા તેમના વતન ચરખડિયા મુકામે સવારે 8.45 કલાકેમતદાન કરવા માટે જશે તેમજ અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા  9:30 કલાકે દેવરાજીયા  મુકામે મતદાન કરવામાટે જશે. તેમ જ અમરેલી જીલ્લાની જનતાને કમળના નિશાન ઉપર મતદાન કરવા અને ચુંટણી લડેલ ઉમેદવારને બહુજંગી મતો થી વિજયબનાવવા આહવાન કરેલ. તેમ જીલ્લા ભાજપ કાર્યાલયની અખબાર યાદીમાં જણાવાયુ છે.

Follow Me:

Related Posts