fbpx
રાષ્ટ્રીય

માયાવતી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવશે

બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ તેમજ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ પશ્ચિમ બંગાળમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને પોતાના બળ પર લડવાનુ એલાન કર્યુ છે. આ એલાન તેમણે લેટેસ્ટ ઘટનાક્રમને જાેઈને શુક્રવારે(૧૨ માર્ચ) કર્યુ છે. સાથે આ અંગેની માહિતી ટિ્‌વટ કરીને આપી છે. એટલુ જ નહિ બસપા અધ્યક્ષ માયાવતીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તેમજ તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી પર ચૂંટણી દરમિયાન થયેલ હુમલાને દૂર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે.

બસપા અધ્યક્ષ તેમજ પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ શુક્રવારે(૧૨ માર્ચ) બે ટ્‌વીટ કર્યા છે. ટિ્‌વટમાં માયાવતીએ પોતાના દમ પર પશ્ચિમ બંગાળની ચૂંટણી લડવાની વાત કહી છે. માયાવતીએ લખ્યુ, ‘આ સાથે સાથે આ લેટેસ્ટ ઘટનાના કારણે અહીં પોતાના બળ પર પશ્ચિમ બંગાળ વિધાનસભા સામાન્ય ચૂંટણી લડનાર બસપાના બધા ઉમેદવારો, પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓં વગેરેને અપીલ છે કે તે પૂરી સાવધાની રાખીને પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવે.’

ટિ્‌વટમાં માયાવતીએ લખ્યુ, ‘પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તેમજ તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીનુ ચૂંટણી દરમિયાન અચાનક ઘાયલ થવુ અત્યંત દુઃખદ તેમજ દૂર્ભાગ્યપૂર્ણ છે. કુદરત તેમના શીઘ્ર સ્વાસ્થ્ય લાભની કામના. સાથે જ ચૂંટણી પંચ દ્વારા પણ આને ગંભીરતાથઈ લઈને તેની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવી જરૂરી, બસપાની આ માંગ.

Follow Me:

Related Posts