રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો યુક્રેન પર હુમલો, રશિયાએ એરસ્ટ્રાઈક કરીને યુક્રેનના શહેરોમાં ૨૭૩ ડ્રોન વડે હુમલા કર્યા છે. આ હુમલાને યુક્રેનના અધિકારીઓએ અત્યારસુધીનો સૌથી ભયંકર અને ઘાતક હુમલો ગણાવ્યો છે. કીવમાં એક મહિલાનું મોત થયુ છે, જ્યારે અન્ય ઘણા ઘાયલ થયા છે.
આ મામલે યુક્રેનની વાયુસેનાના જણાવ્યા પ્રમાણે, રશિયાએ મોટાભાગના હુમલા કીવના કેન્દ્રીય ક્ષેત્ર અને દેશના પૂર્વીય ભાગોમાં કર્યા છે. અગાઉ ફેબ્રુઆરી, ૨૦૨૫માં પણ રશિયાએ ૨૬૭ ડ્રોન હુમલા કર્યા હતા. આજે ૨૭૩ ડ્રોન વડે હુમલો કર્યો છે.
રશિયા દ્વારા રવિવારે વહેલી સવારે યુક્રેનની રાજધાની કીવમાં ડ્રોન વડે મોટા પ્રમાણમાં હુમલાઓ શરૂ કર્યા હતા. જેમાં ઓબુખિવ જિલ્લામાં ૨૮ વર્ષીય મહિલાનું મોત થયુ હતું. જ્યારે ચાર વર્ષના બાળક સહિત ઓછામાં ઓછા ત્રણ લોકો ઘાયલ થયા હતાં. આ હુમલામાં અનેક ઈમારતોને નુકસાન થયુ હતું.
યુક્રેનના વાયુસેનાએ જણાવ્યા પ્રમાણે, રશિયાના હુમલાનો યુક્રેનને મજબૂતીથી જવાબ આપ્યો જેમાં રશિયાના ૮૮ ડ્રોન પાડી નાખવામાં આવ્યા હતાં. જ્યારે ૧૨૮ ડ્રોન કોઈપણ નુકસાન કર્યા વિના જ જમીન પર પટકાયા હતાં. કીવ અને તેની આસપાસના વિસ્તારોમાં નવ કલાક સુધી હવાઈ હુમલો થવાનું એલર્ટ આપવામાં આવ્યું છે. યુક્રેનના ડિસઈન્ફોર્મેશન સેન્ટરના પ્રમુખ આંદ્રેઈ કોવોલેન્કોએ જણાવ્યું હતું કે, રશિયા હંમેશા શાંતિ મંત્રણા દરમિયાન યુદ્ધનો આધાર લઈ ડરાવવાનો પ્રયાસ કરે છે.
યુક્રેનના ડિસઈન્ફોર્મેશન સેન્ટરના પ્રમુખ આંદ્રેઈ કોવોલેન્કોએ જણાવ્યું હતું કે, રશિયા હંમેશા શાંતિ મંત્રણા દરમિયાન યુદ્ધનો આધાર લઈ ડરાવવાનો પ્રયાસ કરે છે.
રશિયન સેના દ્વારા યુક્રેન પર ૨૭૩ ડ્રોન વડે હુમલો

Recent Comments