fbpx
ભાવનગર

ગોહિલવાડના પ્રજાપતિ પરિવાર દ્વારા ભિલાડ ખાતે ભાગવત સપ્તાહ

માં મેલડી એકતાધામ ભિલાડ ખાતે ગોહિલવાડના પ્રજાપતિ પરિવાર દ્વારા સોમવારથી  શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે, જ્યાં શ્રી વિશ્વાનંદ માતાજી કથા રસપાન કરાવનાર છે.

ગોહિલવાડના વતની અને ભિલાડ આસપાસ સ્થાઈ થયેલા પ્રજાપતિ પરિવાર દ્વારા માં મેલડી એકતા ધામ ભિલાડ ખાતે શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન થયું છે. અહીંયા શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજી વ્યાસપીઠ પરથી ભાગવત કથા રસપાન કરાવનાર છે. આ કથા કોરોના બિમારીમાં જીવ ગુમાવનારાઓના શ્રેય અર્થે થઈ રહી છે.   

તા. 15 સોમવારથી તા.21 રવિવાર દરમિયાન આ કથામાં વિવિધ પ્રસંગો ઉજવાશે. પ્રારંભે શ્રી મનજીબાપા (બગદાણા) દ્વારા દીપ પ્રાગટ્ય કરશે. મુખ્ય અતિથિ વન અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી રમણભાઈ પાટકર અને પ્રેરક ઉપસ્થિતિમાં અગ્રણી શ્રી તાજુદ્દીનભાઈ હાલાણી રહેશે.  

Follow Me:

Related Posts