fbpx
બોલિવૂડ

એક્ટર કાર્તિક આર્યન થયો કોરોના સંક્રમિત

બોલિવૂડમાં છેલ્લાં કેટલાંક સમયથી સ્ટાર્સ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. હવે કાર્તિક આર્યનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કાર્તિકે સો.મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી. કાર્તિકે સો.મીડિયામાં પ્લસની સાઈનની તસવીર શૅર કરીને કહ્યું, ‘પોઝિટિવ થઈ ગયો, દુઆ કરો.’ કાર્તિકનું ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. હાલમાં તે ‘ભૂલ ભુલૈયા ૨’નું શૂટિંગ કરતો હતો.

કાર્તિકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તેના બે દિવસ પહેલા જ એક્ટરે લેકમે ફેશન વીક ૨૦૨૧માં કિઆરા અડવાણી સાથે રેમ્પ વોક કર્યું હતું. કાર્તિક તથા કિઆરા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના શોમાં શો સ્ટોપર બન્યા હતા.

કાર્તિક આર્યને હાલમાં જ ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૨’નું શૂટિંગ શરૂ કર્યું હતું. કાર્તિકે સો.મીડિયામાં પોસ્ટમાં કહ્યું, આ તબ્બુનું સ્પેશિયલ ઝેડ પ્લસ કોરોના બાયો બબલ છે. આમાંથી તે બહાર આવી શકે તેમ નથી.

કાર્તિક આર્યનના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો ‘ભૂલ ભુલૈયા ૨’ ઉપરાંત ‘ધમાકા’, ‘દોસ્તાના ૨’, ‘સોનુ કે ટીટૂ કી સ્વીટી ૨’ જેવી ફિલ્મ છે. કાર્તિકે માત્ર ૧૦ દિવસમાં ‘ધમાકા’ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું.

Follow Me:

Related Posts