રાષ્ટ્રીય

કોરોનાનો વધતો કહેર, મહારાષ્ટ્રમાં ૭૨ કલાકમાં નવા ૧ લાખ કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં પાછલા ૭૨ કલાકમાં એક લાખથી વધારે નવા સંક્રમણના કેસ સામે આવા ચૂક્યા છે, જે પછી પ્રદેશમાં કુલ કેસો ૨૮ લાખથી વધારે થઈ ગયા છે.

મહારાષ્ટ્રમાં બુધવારે પાછલા ૨૪ કલાક દરમિયાન ૨૮૫૪૪ નવા કેસ નોંધાયા હતા. આનાથી પહેલા ૨૮ માર્ચે અત્યાર સુધી સૌથી વધારે રેકોર્ડ ૪૧૪૦૪ કેસ સામે આવ્યા હતા. રાજ્યોમાં અત્યાર સુધી ૨૮૧૨૯૮૦ કોરોનાના કેસ સામે આવી ચૂક્યા છે. મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે, જ્યાં અત્યાર સુધીના સૌથી વધારે કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે.

પ્રદેશમાં બીજી વખત લોકડાઉન લગાવવાની આશંકા વચ્ચે વધુ ૨૨૭ મોતો થયા પછી અત્યાર સુધી ૫૪૬૪૯ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે અને આ કેસમાં પણ રાજ્યોની સ્થિતિ ખુબ જ ખરાબ છે.

Follow Me:

Related Posts