ચૂંટણી પૂરી થવાની રાહ જાેઇ રહી છું, મારા કાર્યકરો પર હુમલો કરનારાઓને હું છોડીશ નહીં
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના નેતા મમતા બેનરજીએ આજે એક ચૂંટણી સભામાં ભાજપના કાર્યકરોને ચીમકી આપતા કહ્યુ હતુ કે, ચૂંટણી પૂરી થવાની રાહ જાેઈ રહી છું અને એ પછી મારા કાર્યકરો પર હુમલો કરનારાઓને હું છોડીશ નહીં.
મમતા બેનરજીએ કહ્યુ હતુ કે, ભાજપ દ્વારા અમારા કાર્યકરો પર નોન સ્ટોપ હુમલા કરવામાં આવી રહયા છે.નંદીગ્રામમાં પણ તેમણે મારા કાર્યકર પર હુમલો કર્યો હતો.ચૂંટણી હોવાથી હું ચૂપ છું પણ મારે તેમની સાથે કેવી રીતે કામ પાર પાડવુ તે આવડે છે.ચૂંટણી આયોગને હું કહેવા માંગુ છું કે, આ ચૂંટણીનુ આયોજન ચૂંટણી પંચ નહીં પણ અમિત શાહ દ્વારા થઈ રહ્યુ છે.
તેમણે ચીમકી આપી હતી કે, હું કોઈને નહીં છોડુ, બસ એક વખત ચૂંટણી પૂરી થાય તેની રાહ જાેઉં છું.સીઆરપીએફ અને બીએસએફ દ્વારા ગઈકાલે નંદીગ્રામમાં તાંડવ મચાવાયુ હતુ.હું સુરક્ષાદળોને કહેવા માંગુ છું કે ભાજપના ઈશારે લોકોને ધમકી આપવાનુ બંધ કરો.
મમતા બેનરજીએ કહ્યુ હતુ કે, જાે કેન્દ્રીય સુરક્ષા દળોના જવાનો ધમકાવવા આવે તો મહિલાઓ તેનો વિરોધ કરે.ભાજપ પાસે અમિત શાહ છે.જેમણે ગુજરાતમાં તોફાનો કરાવ્યા છે.તેમની પાસે પૈસા અને ગુંડા પણ છે.મને હરાવવા માટે ૧૦૦૦ નેતાઓ ભેગા થયા છે.હું એકલી લડી રહીં છું.
તેમણે કહ્યુ હતુ કે, નંદીગ્રામના લોકો ચિંતા ના કરે.હું ત્યાંથી જીતવાની છું.ભાજપે વિચાર્યુ હતુ કે, મમતા દીદીને ઘાયલ કરીશું તો તે ચૂંટણી પ્રચાર નહીં કરી શકે પણ તેમની આશા ઠગારી નીવડી છે.
Recent Comments