બાળકોમાં કોરોના સંક્રમણ વધતા માતા પિતા અને ડોક્ટર્સ ચિંતામાં મૂકાયા છે. હવે બાળકો પણ ઝડપભેરથી કોરોનાના ઝપેટમાં આવી રહ્યાં છે. કુમળી વયના બાળકોને પણ કોરોના સંક્રમણ થઈ રહ્યું છે. આવામા માતાપિતાએ ચેતી જવાની જરૂર પડી છે. કોરોનાની ત્રીજી લહેર બાળકોના માથા પર ઘાત લઈને આવી છે. ત્યારે સૌથી વધુ વડોદરામાં બાળકોમાં કોરોના સંક્રમણ જાેવા મળ્યું છે. વડોદરામાં અગાઉ ૮ બાળકો સંક્રમિત હતા, ત્યારે આજે વધુ ૫ બાળકોમાં કોરોના સંક્રમણ વધ્યું છે.
એસ.એસ.જી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં ગઈકાલે ૮ બાળકો કોરોના પોઝિટિવ હતા. જેના બાદ શહેરમાં ૨૪ કલાકમાં વધુ પાંચ બાળકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. સંક્રમિત થયેલા બાળકોની હાલ સારવાર ચાલુ છે. પાંચ પૈકી એક બાળકની હાલત હાલ ગંભીર છે. સયાજી હોસ્પિટલમાં બે નવજાત શિશુ, એક ત્રણ વર્ષનું બાળક અને અન્ય એક બાળક કોરોનાની સારવાર હેઠળ છે.
વડોદરાની એસએસજી હોસ્પિટલમાં બાળકોની સારવાર માટે નવું એનકોઝર ઉભું કરાયું છે. આઇસોલેસન ફેસિલિટી ઉભી કરાઈ છે. શહેરની અન્ય ખાનગી હોસ્પિટલમાં ૨૫ જેટલા બાળકો પણ કોરોના પોઝિટિવ છે. બાળકોમાં કોરોના પોઝિટિવના લક્ષણો આવતા નવી સમસ્યાના મંડાણ થયા છે.
Recent Comments