fbpx
રાષ્ટ્રીય

છત્રપતિ શિવાજી એરપોર્ટનું ટર્મિનલ દોઢ મહિના બાદ ફરી બંધ રહેશે

મહારાષ્ટ્ર તથા મુંબઈમાં વધતા કોરોના સંક્રમણના કારણે દેશમનું વ્યસ્ત એરપોર્ટમાં સામેલ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજા ઈન્ટરનેશનલ એરપોટ્‌ર્સ(સીએસએમઆઈએ)ના ટર્મિનલ ૧ એક વાર ફરી બંધ થવા જઈ રહ્યુ છે. ૨૧ એપ્રિલથી એરપોટ્‌ર્સના ટર્મિનલ ૨થી તમામ ઉડાનો સંચાલિત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની પહેલી લહેરના કારણે એરપોટ્‌ર્સનું ટર્મિનલ ૧ લગભગ ૧ વર્ષ સુધી બંધ રહ્યુ હતુ. એરપોટ્‌ર્સનું સંચાલન કરનારી ખાનગી કંપનીઓએ આને ૧૦ માર્ચે જ ઉડાનો માટે ખોલ્યુ હતુ. લગભગ દોઢ મહિના બાદ આ ફરી બંધ કરવામાં આવી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે ટર્મિનલ -૧થી ડોમેસ્ટિક સંચાલન કરવામાં આવે છે. કોરોના મહામારીની ખરાબ થતી સ્થિતિને જાેતા એરપોટ્‌ર્સ મેનેજમેન્ટે તાજાે ર્નિણય કર્યો છે. સીએસએમઆઈએ એક નિવેદન જારી કરી કહ્યુ કે ૨૧ એપ્રિલથી તમામ ઘરેલૂ તથા વિદેશની તમામ ઉડાનો ટર્મિનલ ૨થી સંચાલિત કરવામાં આવશે.

Follow Me:

Related Posts