“માનવ સેવા ની અવિરત ગંગા” સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી આશ્રમો ના સહયોગ થી જરુરીયાતમંદ કુલ-૭૧૫૦ (સાત હજાર એકસો પચાસ) પરિવારો કુલ વજન કિલો-૧૫ ની રાશનકીટ નુ વિતરણ
Inbox
ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટ માનવ સેવા એજ માધવ સેવા ને ચરિતાર્થ કરતા સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી ના આશ્રમો ના સેવક સમુદાયો દ્વારા તાજેતર માં આવેલ તાઉતે વાવાઝોડા ની કુદરતી આપતી નો ભોગ બનેલ સાવરકુંડલા. રાજુલા. જાફરાબાદ અને ઉના તાલુકા ના અસરગ્રસ્ત વિસ્તારોના અંતરિયાળ ગામડાઓ કે જ્યાં લાઈટ હજી ઘણા દિવસો સુધી આવી શકે તેમ નથી
તેવા વિસ્તાર ના ગામડાઓ ના પિડીત પરિવારો માટે સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી આશ્રમ- સાવરકુંડલા તથા સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પીટલ- ટીંબી (જી- ભાવનગર) તેમજ સદગુરુદેવ ના અનન્ય ભક્તો સંજયભાઈ પડસાળા – અમરેલી અને રાજુભાઈ મણોદરા કચ્છઅશોકભાઈ ગીડા. ભાવેશભાઈ પાનસુરીયા.નિતિનભાઈ દેસાઈ (સોમેશ્વર ગૃપ- સુરત) તેમજ નામી અનામી ઉદારદિલ દાતાઓ અને સદગુરુદેવ સ્થાપિત અન્ય આશ્રમો ના સહયોગ થી જરુરીયાતમંદ કુલ-૭૧૫૦ (સાત હજાર એકસો પચાસ) પરિવારો ને ઘંઉનો લોટ, ચોખા, મગદાળ લાડુ.ગાઠીયા, બટાટા. ડુંગળી ,તેલ, મસાલા.મિણબતી, બાકસ મળી ને કુલ વજન કિલો-૧૫ નીરાશનકીટ નુ વિતરણ વાવાઝોડા ના બીજા દિવસ થી પાંચ દિવસ સુધી કરવામાં આવેલ છે આ કાર્યમાં ટીંબી હોસ્પીટલ ના ટ્રસ્ટીઓ બી એલ રાજપરા . પરેશભાઈ ડોડીયા અને લવજીભાઈ નાકરાણી એ અસરગ્રસ્ત ઉપરોક્ત ચારેય તાલુકા ના ગામડાઓ ની રુબરુ મુલાકાત કરીને ખરેખર જરુરીયાતમંદ પરિવારોની માહિતી મેળવી ને રાશનકીટ નુ વિતરણ કરવામાં આવ્યુ હતું
Recent Comments