fbpx
અમરેલી

અમરેલી સંસદીય વિસ્‍તારમાં ર મહિના માટે વિનામુલ્‍યે માટી, રેતી ઉપાડવની મંજુરી આપો : સાંસદ

તાઉ’તે વાવાઝોડા બાદ સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને અમરેલી સંસદીય વિસ્‍તારમાં ખુબ જ તારાજી સર્જાયેલ છે ત્‍યારે અમરેલી સંસદીય વિસ્‍તારના અસરગ્રસ્‍ત લોકો અને ખેડૂતોને આગામી બે મહીના સુધી કોઈપણ પ્રકારની રોકટોક વગર જરૂરીયાત મુજબની માટી અને રેતી ઉપાડવા માટેની મંજુરી આપવા અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ અઘ્‍યક્ષ સી.આર.પાટીલને અસરકારક રજૂઆત કરેલ છે.

રજૂઆતમાં જણાવ્‍યા મુજબ, તાઉભતે વાવાઝોડા બાદ અમરેલી સંસદીય વિસ્‍તારના તમામ તાલુકાઓમાં વ્‍યાપક પ્રમાણમાં નુકશાન થયેલ છે અને જે અન્‍વયે મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગત તા. ર0 અને રર ના રોજ અને પ્રદેશ ભાજપ અઘ્‍યક્ષ સી.આર.પાટીલે ગત તા. ર6 અને ર7ના રોજ રાજુલા, જાફરાબાદ, મહુવા અને જેસર તાલુકાઓના વિવિધ વિસ્‍તારોની પ્રત્‍યક્ષ મુલાકાત લઈ થયેલ નુકશાનનો અંદાજો મેળવ્‍યો હતો.

વાવાઝોડા સાથે પડેલ વરસાદને લીધે સમગ્રઅમરેલી સંસદીય વિસ્‍તારના ખેડૂતોના ખેતરોના પાળા-ઓરડીઓ, વેપારીઓની દુકાનો, સામાન્‍ય લોકો અને મજુરોના મકાન, દિવાલ અને ફરજાઓને વ્‍યાપક પ્રમાણમાં નુકશાન થયેલ છે અથવા તો સંપૂણ પડી ગયેલ છે. અમરેલી સંસદીય વિસ્‍તારમાં આવા અસરગ્રસ્‍તોને બાંધકામ અથવા રીપેરીંગ માટે રેતી અને માટીની ખુબ જ જરૂરીયાત ઉભી થયેલ છે. તો અમરેલી સંસદીય વિસ્‍તારના અસરગ્રસ્‍ત લોકો અને ખેડૂતોને આગામી બે મહીના સુધી કોઈપણ પ્રકારની રોકટોક વગર જરૂરીયાત મુજબની માટી અને રેતી મળી રહે તે માટે સરકાર તરફથી ઝડપથી નિણય લેવાઈ તે માટે સાંસદે અસરકારક રજૂઆત કરેલ હોવાનું સાંસદ કાયાલયની અખબારી યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts