મહેસાણા દૂધસાગર ડેરીની મોટી સિદ્ધિ,ગત વર્ષના ઉનાળા કરતા અઢી લાખ લીટર દૂધની આવક વધી
મહેસાણા દૂધ સાગર ડેરીમા સામાન્ય રીતે શિયાળામાં દૂધની આવકમાં વધારો નોંધાતો હોય છે. ત્યારે આ વર્ષે ઉનાળાની સીઝનમાં દૂધની આવકમાં વધારો નોંધાયો છે. ગત ઉનાળા કરતા અઢી લાખ લીટર દૂધની આવકમાં વધારો નોંધાયો છે. સામાન્ય રીતે ઉનાળામાં દૂધની આવક ઘટતી હોય છે, જ્યારે ચાલુ સાલે શિયાળામાં ૨૨થી ૨૩ લાખ લીટર દૂધની આવકની સરખામણીએ ઉનાળામાં પણ દૂધની આવક ૨૨ લાખ લીટર પ્રતિદિન નોધાઇ છે.
આ વિશે જાણવા મળી રહ્યું છે કે દૂધ સાગર ડેરીમા ગત ઉનાળા કરતા અઢી લાખ લીટર દૂધની આવક વધી છે. સામાન્ય રીતે ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધતા દૂધની આવક ઘટતી હોય છે. ગત વર્ષે શિયાળામાં ૨૨ થી ૨૩ લાખ લીટર દૂધની આવકની સરખામણીએ ચાલુ સાલે ઉનાળામાં પણ દૂધની આવક પ્રતિદિન અઢી લાખ લીટર વધીને અંદાજે ૨૫ લાખ લીટર પ્રતિદિન નોધાઇ છે.
આ દૂધ વધવાનું પ્રાથમિક તરણ એ સામે આવી રહ્યું છે કે પહેલા દૂધના ભાવ પૂરતા મળતા ન હતા એટલે ખેડૂતો પશુપાલન ના વ્યવસાય થી અળગા થઈ રહ્યા હતા અને પશુઓ વેચી દેતા હતા ત્યારે હવે પશુપાલકો પશુઓ વધારી રહ્યા છે જેને લઈને દૂધસાગર ડેરીમાં ઉનાળામાં પણ દૂધ અંદાજે પ્રતિદિન એવરેજ ૨૫ લાખ લીટર ની આવક પણ વધી છે.
Recent Comments