તૌકતે વાવાઝોડામાં દરિયાકાંઠાના ગામડામાં ભારે તબાહી અને વિનાશ નોતર્યો છે. ત્યારે આવા કપરા સમયમાં માનવતા પણ મહેંકી છે. તેવા સમયે સમસ્ત અમરાપુર ગામ દ્વારા આવા જરૂરત મંદ પરિવાર માટે ગામના સેવાભાવી લોકો દ્વારા ગામમાંથી ઘઉં તથા ચોખા ઉઘરાવીને 1પ0 મણ ઘઉં અને પ0 જેટલા ચોખા ભેગા કર્યા હતા અને એક ટ્રેકટર જેટલા ઘઉંને દળાવી લોટ તૈયાર કરીને પેકીંગ કરીને દરિયાકાંઠાના શિયાળબેટના પરિવારોને હોડકામાં જઈને ઘરે ઘરે આપવામાં આવ્યો હતો. આવા સેવાકાર્યમાં માજી મંત્રી અને ખેડૂત નેતા એવાબાવકુભાઈ ઉંઘાડ પણ ટીમ સાથે જોડાઈને માનવતાના કાર્યમાં ઉત્સાહભેર ભાગ લઈને ટીમને જોમ જુસ્સો પૂરો પાડયો હતો. આ સેવાકાર્યમાં બાવકુભાઈ ઉંઘાડ, જેઠાભાઈ પટોળીયા, મનુભાઈ સાવલીયા, સુરેશભાઈ ગેવરીયા, વિઠલભાઈ સોરઠીયા, મનોજભાઈ સરવૈયા, કીરીટ પટોળીયા, મનોજભાઈ હપાણી સહિતના જોડાયા હતા.
અમરાપુરની સેવાભાવી ટીમ દ્વારા શિયાળબેટમાં ખાદ્યસામગ્રીનું વિતરણ,પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંઘાડ પણ સેવાકાર્યમાં જોડાયા

Recent Comments