fbpx
ગુજરાત

આઇઓસી ગુજરાતના વડોદરામાં ૨૫ હજાર કરોડનું રોકાણ કરશેઃ ૨૫ હજારને રોજગારી મળશે

ગુજરાત સરકાર અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ વચ્ચે મહત્વપૂર્ણ કરાર થયા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને આઇઓસીએલ વચ્ચે એમઓયુ થયા હતા. જે અંતર્ગત આઇઓસી દ્વારા ગુજરાતના વડોદરામાં ૨૪ હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે.

વડોદરા સ્થિત આઇઓસીની રિફાઇનરી સહિત ગુજરાતમાં સ્થિત આઇઓસીના યુનિટનો વ્યાપ વધારવામાં આવશે. ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન રુ. ૨૪ હજાર કરોડના રોકાણોના ૬ પ્રોજેકટસ વડોદરામાં સ્થાપશે. આ અંગે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે ગુજરાત મોડલની તુલના વિશ્વ કક્ષાએ થાય છે. પેટ્રોલિયમ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે. હવે આઇઓસીના યુનિટનો વ્યાપ વધવાથી ગુજરાતમાં રોજગારી પણ વધશે.ગુજરાતમાં આ પ્રોજેકટસની સ્થાપના થવાથી ૨૫ હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીની તકો પ્રાપ્ત થશે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વધુમાં આગળ કહ્યું હતું કે કોરોના મહામારીમાં ગુજરાતે પોતાની ઓક્સિજનની જરૂરિયાત સન્તુલિત રાખીને દેશના અન્ય રાજ્યોને પણ ઓક્સિજન પૂરો પાડયો છે.

મુખ્યમંત્રી રૂપાણી અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીની ઉપસ્થિતીમાં ગુજરાત સરકાર અને ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે આ અંગેના એમઓયુ ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા, આ એમઓયુ પર ગુજરાત સરકાર વતી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ તેમજ આઇ.ઓ.સી.એલ. ના ચેરમેન એસ. એમ. વૈદ્ય એ ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન વતી હસ્તાક્ષર કર્યા હતા.

આ સમયે મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું કે રાજ્ય સરકારની પારદર્શી પોલિસીઝ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને વેગ અને ઊદ્યોગોને સાનુકૂળ વાતાવરણને પરિણામે ગુજરાતે કોરોના મહામારીના કપરા કાળ છતાં સતત ચોથા વર્ષે દેશભરમાં સૌથી વધુ હ્લડ્ઢૈં મેળવનારા રાજય તરીકેનો પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. આઇ.ઓ.સી.એલ દ્વારા થનારૂં આ રોકાણ આવનારા દિવસોમાં ગુજરાતને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે વધુ સક્ષમ બનાવશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/