અશ્વિન સાવલીયા,ભુપેન્દ્ર બસીયા,રાજેશ કાબરીયા સહિત વિવિધ મોરચા–મંડળ પ્રમુખો ઉપસ્થિત રહયા
રસીકરણ,વૃક્ષા રોપણ,સંક્રમીત પરિવારની મૂલાકાત,માસ્ક–સેનીટાઈઝર વિતરણ કાર્યક્રમો માટે આયોજન
લોકોપયોગી સેવા જનજન સુધી પહોચાડવા અને કૂદરતી આપદા કોરોના–વાવાઝોડાથી ઉદભવેલ સમસ્યાઓના નિરાકરણના વિવિધ પાસાઓની વિચારણા અને સેવાના માધ્યમથી સંગઠનાત્મક કામગીરીના આયોજન માટે ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના અંતર્ગત જીલ્લા પ્રમુખ કૌશિક વેકરીયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જીલ્લા ભાજપની બેઠક યોજાયેલ જેમા અમર ડેરીના ચેરમેન આગેવાન અશ્વિનભાઈ સાવલીયા, ભુપેન્દ્રભાઈ બસીયા, રાજેશભાઈ કાબરીયા સહિતના જીલ્લા ભાજપ પદાધિકારીઓ, વિવિધ મોરચા અને મંડળોના હોદેદારો ઉપસ્થિત રહયા હતા.
અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ મીટીંગમા સેવા હી સંગઠન અભિયાન–ર તળે મુખ્યત્વે ત્રણ આયોજનો (૧) રસીકરણ અભિયાન (ર) રાહત કાર્યો (૩) સ્વાસ્થ સેવા પ્રવૃતિ અંગેના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામા આવેલ હતી જેમા સ્વાસ્થ જાગૃતિ, રસીકરણ ઝુંબેશ, વૃક્ષા રોપણ કાર્યક્રમો, પ્લાસ્ટીક મૂકિત અભિયાન, રકતદાન કેમ્પોનું આયોજન, રાશન કીટ વિતરણ કાર્યક્રમો યોજવા અને આવા કાર્યક્રમો અન્ય સંસ્થાઓ દ્રારા યોજાય તે માટે પ્રોત્સાહિત કરવા વિચારણા કરવામા આવી હતી. તદશ્ઉપરાંત હોસ્પિટલ સ્ટાફ, મેડીકલી સ્ટાફ અને સ્મશાન ગૃહમા સેવા આપનાર કોરોના યોધ્ધાઓને સન્માનિત કરવા અંગેના આયોજનો, વૃધ્ધોની સંભાળ, વિમા સુવિધા સબંધી જાણકારી આપવી, બાળકોમા રોગપ્રતિકારક ક્ષમતા વધારવા વિષેશ સંભાળ, નકારાત્મક વિચાર મૂકિત માટે વાર્તાલાપનું આયોજન, રસીકરણ માટે ઓન લાઈન–ઓફ લાઈન માર્ગદર્શન , ભીડભાડથી દૂર રહેવા લોકજાગૃતિ વિગેરેના આયોજન વિચારણા હાથ ધરવામા આવી હતી આ તકે મંડળ પ્રભારીઓની નિમણૂંક કરવામા આવી હતી તેમ અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલયની અખબારી યાદીમા જણાવાયેલ છે.
Recent Comments