fbpx
અમરેલી

ખેડુતોનું ખેતીવાડીનું વીજ બીલ માફ કરવાની રજુઆત કરતા : તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

તાજેતર માં જ આવેલ તોૈકતે વાવાઝોડાએ સમગ્ર અમરેલી જીલ્લામાં વિનાશ કર્યો છે ત્યારે તેમાંથી અમરેલી તાલુકો પણ બાકાત નથી, અમરેલી તાલુકામાં વાવાઝોડાના લીધે ખેડુતોને ખુબ જ નુકશાની થયેલ છે, અને ખેડુતોને ખેતીવાડીનો વીજ પુરવઠો છેલ્લા એક મહીના કરતા પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં આજદિન સુધી ખેડુતોને વીજ પુરવઠો શરૂ થયો નથી, જેને લીધે ખેડુતોને પોતાના ખેતરમાં પાકનું પીયત કરવા માટે ઉંચ્ચુ ભાડુ ચુકવીને પણ જનરેટર લાવીને પીયત કરવું પડે છે, મોઘાભાવનું ડીઝલ લાવીને પણ મશીનો શરૂ કરીને પીયત કરવા માટે ખેડુતો મજબુર બન્યા છે, તો આવી વિકટ પરિસ્થિતીની અંદર ખેડુતોને રાહત આપવા માટે એક વર્ષનું ખેતીવાડીનું વીજ બીલ સંપૂર્ણ માફ કરવાની રજુઆત ગુજરાત રાજયના ઉર્જા મંત્રી સોૈરભભાઈ પટેલને પત્ર દ્રારા અને અમરેલી પીજીવીસીએલના અધિક્ષકને રૂબરૂ મળીને અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનીષ ભંડેરી,મહામંત્રી વિપુલ પોંકિયા,પ્રવીણભાઈ કમાણી,બી.કે. સોળીયાએ મળીને લેખિત રજુઆત કરી હતી.

Follow Me:

Related Posts