ગાંધીનગરના સુઘડ બાલાજી અગોરા મોલ ની પાછળ બાલાજી અગોરા રેસિડેન્શિમાં ચાલતા ઈન્ટરનેશનલ કોલ સેન્ટરનો અડાલજ પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.
પોલીસે ન્ૈજં કઙ્મીટ ઙ્મીટ્ઠઙ્ઘ હ્વેઅીજિ નામની વેબસાઈટ પરથી અમેરિકન નાગરિકોનો ડેટા મેળવી ટેક્સ નાઉ એપ્લિકેશન મારફતે કોલ કરીને અમેરિકન બેંક કર્મચારી તરીકેની ઓળખાણ આપી જુદા જુદા વેરિફિકેશન તેમજ પ્રોસેસિંગ ફી પેટે ગૂગલ પે કાર્ડ નંબર મેળવીને અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી આચરનાર બે મુખ્ય સૂત્રધાર સહિત ૭ યુવાનોને રંગેહાથ ઝડપી લઈ લેપટોપ, મોબાઈલ ફોન તેમજ વાહનો મળીને કુલ ૨.૯૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે તમામ ઈસમોની પૂછતાંછ શરૂ કરતા પીનાંક ઉર્ફે પ્રિન્સ અશોકભાઈ ગુપ્તા (રહે એ /૧૪, હરીઓમ સોસાયટી, ડી માર્ટ સામે, બાપુનગર), મેહુલ મહેન્દ્રભાઈ મહેરીયા( મૂળ રહે સાંકડી તાલુકો વઢવાણ સુરેન્દ્રનગર હાલ શીતલ નગર નરોડા), અભી બીપીન ભાઈ દેસાઈ (રહે અક્ષરધામ ઇન્ટરસિટી ડી માર્ટ સામે બાપુનગર), દીપુ ઉર્ફે માઈક ઉર્ફે દિપક પાપાચંદ ટંડન (રહે સ્વામિનારાયણ પાર્ક બાપા સીતારામ ચોક નવા નરોડા કૃષ્ણનગર), એજાજ અહેમદભાઈ મુલતાની (રહે સૂડવેલસો, કોઠારીયાં, વઢવાણ સુરેન્દ્રનગર), પાર્થ મયુરભાઈ વ્યાસ(રહે ન્યુ આશાપુરા સોસાયટી અનિલ સ્ટાર્ચ રોડ બાપુનગર) તેમજ ઉમંગ દિનેશભાઇ સોલંકી (રહે જય આશાદીપ ખોખરા અમદાવાદ) તેમજ તેઓ અમેરિકન નાગરિકોને કોલ કરી છેતરપિંડી આચરતા હોવાનું ખુલવા પામ્યું હતું.
ઉપરોક્ત કોલ સેન્ટર માટે પીનાંક ઉર્ફે પ્રિન્સએ ફ્લેટ ભાડે રાખ્યો હતો. અને મેહુલ મહેરીયાં તેના મિત્ર દિપેશ શ્રીરામ (રહે સિંગરવા નગરપાલિકા પાસે અમદાવાદ) પાસેથી ન્ૈજં કઙ્મીટ ઙ્મીટ્ઠઙ્ઘ હ્વેઅીજિ નામની વેબ સાઈટ થકી અમેરિકન નાગરિકોના ડેટા મેળવતો હતો. બાદમાં બંનેએ ઉપરોક્ત યુવાનોને નોકરી પર રાખ્યા હતા. બાદમાં ફાકડું ઇંગ્લિશ બોલતા ઉક્ત યુવાનો ટેક્સ નાઉ એપ્લિકેશન થી મેસેજ મોકલીને મેહુલની સ્ક્રિપ્ટ મુજબ અમેરિકન નાગરિકોને ફોન કરીને અમેરિકન બેંક કર્મચારી તરીકેની ઓળખાણ આપી લોનની લાલચ આપતા હતા.
ત્યારબાદ લોન માટે જુદા જુદા વેરિફિકેશન પ્રોસેસિંગ ફી પેટે ગૂગલ પે કાર્ડ નંબર જાણીને નાણાં એકાઉન્ટમાં મેળવી લેતા હતા. આ સમગ્ર પ્રકરણમાં દીપુ ઉર્ફે માઈક દ્વારા અમેરિકન નાગરિકોનો ડેટા આપવામાં આવતો હતો. જેનાં આધારે પીનાંક અને મેહુલ દ્વારા ઉક્ત સ્થળે કોલ સેન્ટર ખોલી યુવાનોને કમિશન આપી નોકરી પર રાખવામાં આવ્યા હતા. ત્યારે દીપુ ઉર્ફે માઈક ફરાર થઈ ગયો છે તે સિવાયના તમામ યુવાનોને ઝડપી લઈ ઈલેક્ટ્રોનિક ઉપકરણો, મોબાઈલ ફોન તેમજ વાહનો મળી કુલ રૂ. ૨.૯૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી અડાલજ પોલીસે હાથ ધરી છે.
Recent Comments