અમરેલી

અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીના નેતૃત્વમાં બાબરા માર્કેટ યાર્ડમાં ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય

અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં અમરેલી જીલ્લામાં ભવ્ય વિજય
હાસલ કર્યા બાદ સહકારી ચુંટણીઓમાં મેન્ડેડ સિસ્ટમ લાગુ કરી ખાંભા માર્કેટ યાર્ડમાં વિજય પ્રાપ્ત કર્યો ત્યારબાદ યોજાયેલી
બાબરા માર્કેટ યાર્ડ(APMC)ની ચુંટણીમાં તા. ૨૮-૦૯-૨૦૨૬ના રોજ મતદાન થયેલ અને આજે તા. ૨૯-૦૯-૨૦૨૬ના
રોજ પરિણામ જાહેર થતા ભાજપ પ્રેરિત પેનલમાં ખેડૂત ખાતેદાર વિભાગમાંથી રમેશભાઈ નાથાભાઈ ઇસોટીયા (મોટા દેવળિયા),
અજીતભાઈ વાલજીભાઈ ખોખરીયા (અમરાપરા), નિર્મળભાઈ બહાદુરભાઇ ચાવડા (લાલકા), ચનાભાઈ ભુટાભાઈ ઝાપડિયા
(કલોરાણા), જગદીશભાઈ પ્રેમજીભાઈ નાકરાણી (જામ બરવાળા), હિંમતભાઈ ગોરધનભાઈ પાનશેરીયા (વાંડલીયા), મહેશભાઈ
જેઠાભાઈ ભાયાણી (નવાણીયા), અશોકભાઈ નારણભાઈ રાખોલિયા (બાબરા) તેમજ વેપારી વિભાગમાંથી બાબરાના લલીતભાઈ
કરશનભાઈ આંબલીયા, ખોડીદાસભાઈ પરશોતમભાઈ મકવાણા, વિજયભાઈ ભગવાનભાઈ રાઠોડ ડીરેક્ટર તરીકે વિજેતા જાહેર
થયેલ છે.
બાબરા માર્કેટ યાર્ડની રસાકસી ભરી ચુંટણીમાં અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સાથે જીલ્લા ભાજપ
મહામંત્રી રાજુભાઈ ભુતૈયા, કોષાધ્યક્ષ મહેશભાઈ જાવિયા, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અને ચુંટણી પ્રભારી ધર્મેશભાઈ
વિસાવળીયા, જીલ્લા કિસાન મોરચા પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા, બાબરા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ વાઘેલા, શહેર ભાજપ
પ્રમુખ કલ્પેશભાઈ ખખ્ખર, તાલુકા પંચાયત પ્રમુખ તુષારભાઈ રામાણી, બાબરા નગરપાલિકા પ્રમુખ રંજનબેન પરવાડીયા તેમજ
સ્થાનિક ખેડૂત – વેપારી આગેવાનો દ્વારા બાબરા માર્કેટ યાર્ડ ચુંટણી દરમિયાન સંકલન કરી પુનઃ વિજય હાસલ કરેલ છે તેમ જીલ્લા
ભાજપની અખબારી યાદીમાં જણાવેલ છે

Related Posts