સૌરાષ્ટ - કચ્છ

૭૮ સગર્ભા માતાને વેક્સિન અપાઇ. રાજકોટમાં ૧૮ વર્ષથી ઉપરની તમામ સગર્ભાઓને કોરોના વેક્સિન આપવાની કામગીરીનો પ્રારંભ

રાજકોટ શહેરમાં દરેક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા માતાને કોરોના વેકસીનની કામગીરી ચાલુ કરેલ છે જેમાં ૧૮ વર્ષથી ઉપરની તમામ સગર્ભા માતાને વેક્સિનેશનના બે ડોઝ આપવામાં આવશે. આજરોજ રાજકોટ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રમાં આ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે.

જેમાં સગર્ભા માતાને કોઈપણ લાઈનમાં ઊભા રાખ્યા વગર વેક્સિનેશન આપવામાં આવી રહી છે સાથે સાથે આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા તેમને વેક્સિનેશન અંગેનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવે છે, કુલ ૭૮ સગર્ભા માતાને વેક્સિનેશન કરવામાં આવેલ છે.

કોરોના વિશે સગર્ભાવસ્થા દરમ્યાન ખૂબ જ સલામત છે. વેકસીનના બંને ડોઝ લેવાથી સગર્ભા માતા તેમજ આવનાર બાળક ને કોરોનાનું જાેખમ ઘટે છે. ખાસ કરીને ફ્રન્ટલાઇન વર્કર હેલ્થ વર્કર તેમજ હેલ્થ કેર સર્વિસ સાથે સંકળાયેલી સગર્ભા માતાઓ એ વેક્સિન લેવાની અગ્રતા આપવી જાેઈએ.

રાજકોટ શહેરમાં આજે તા. ૨૨/૦૭/૨૦૨૧ ના રોજ બપોરે ૦૧ઃ૦૦ વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં ૧૮ વર્ષથી ૪૪ વર્ષના કુલ ૨૩૦૮ અને ૪૫ વર્ષથી મોટી ઉંમરના કુલ ૨૩૭૦ સહિત કુલ ૪૬૭૮ નાગરિકોએ રસી લીધી.

Related Posts