fbpx
ગુજરાત

શેરથા પેટ્રોલ પંપ નજીક ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ઇસમને પોલીસે ઝડપી પાડ્યો

ગાંધીનગરના શેરથા પેટ્રોલ પમ્પ નજીક બેસીને ભારત શ્રીલંકા વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ પર લાઈવ સટ્ટો રમતા કલોલના યુવાનને પૂર્વ બાતમીના આધારે સ્થાનીક ગુન્હા નિવારણ શાખાની ટીમ દ્વારા ઝડપી લઈ મોબાઇલ ફોન, બાઈક સહિત રોકડ રકમ મળી રૂ. ૨૭ હજારની મત્તા જપ્ત કરી લેવાઈ છે. ત્યારે મહેસાણાના બુકી મારફતે સિક્રેટ આઈ ડી પાસવર્ડ મેળવી સટ્ટો રમાતો હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે.

બાતમી મળી હતી કે શેરથા પેટ્રોલ પમ્પ નજીક પુરોહિત હોટલ ની બહાર એક ઈસમ ભારત શ્રીલંકા વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ પર લાઈવ સટ્ટો રમી રહ્યો છે. જેનાં પગલે સ્થાનિક ગુન્હા નિવારણ શાખાની ટીમ તાબડતોબ બાતમી વાળી જગ્યાએ દોડી ગઈ થતી. જ્યાં બાઈક સાથે એક ઈસમને ચોક્ક્‌સ વર્ણન તેમજ કપડાના આધારે દબોચી લેવામાં આવ્યો હતો. જેની પાસેથી પોલીસને મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જેની ચકાસણી કરતા મોબાઈલમાં એક એપ્લીકેશન ડાઉનલોડ થયેલી હતી.

ત્યારે પોલીસે કડકાઈથી પૂછતાંછ શરૂ કરતાં યુવકે પોતાનું નામ મોહક સુમનભાઈ પ્રજાપતિ (રહે સુથાર વાસ કલ્યાણપૂરા કલોલ) હોવાનું જણાવ્યું હતું. જેને એપ્લિકેશન વિશે પૂછવામાં આવતાં આ એપ્લિકેશન મહેસાણાના અજય પ્રજાપતિ નામના ઈસમે તેના મોબાઈલ મારફતે નાખી આપી સિક્રેટ આઈડી પાસવર્ડ આપ્યો હતો. જેનાં આધારે પોતાના મોબાઈલ માં ભારત શ્રીલંકા વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હતો. અને આ એપ્લિકેશન થકી બુકીનાં સંપર્કમાં રહી ક્રિકેટનો લાઈવ સટ્ટાના રૂપિયાની લેતીદેતી અજય પ્રજાપતિ સાથે કરતો હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે તેના મોબાઈલની ઝીણવટપૂર્વક તપાસ કરતા અલગ અલગ યુઝર આઈ ડી મળી આવ્યા હતા. ઉપરાંત ઉક્ત એપ્લિકેશન દ્વારા અન્ય સટ્ટો પણ રમાતો હોવાનું જાણવા મળ્યું હતું. જેનાં પગલે સ્થાનિક ગુન્હા નિવારણ શાખાએ મોહક પ્રજાપતિ ની ધરપકડ કરી મોબાઇલ ફોન, રોકડ રકમ તેમજ મોબાઇલ મળી કુલ ૨૭ હજાર ની મત્તા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Follow Me:

Related Posts