ટીંબીમાં ખેતીવાડીના વીજપોલની કામગીરી કરતા લાઇનમેનનું મોત
પીજીવીસીએલ અને કષ્ટભંજન કંપનીનાં કોન્ટ્રાકટરોની ગુનાહીત બેદરકારી સામે આવી છે. કોઈપણ જાતની સેફટી વગર કામ કરી રહ્યા હોય અને વીજપોલ પર માણસો કામ કરી રહ્યા છે અને અચાનક પાવર શરૂ કરી કેમ દેવાય. આવુ કેમ બને ? તેવો પ્રશ્ન ઉઠયો છે અને બેદરકારી દાખવનારા સામે કાર્યવાહી થવી જોઈએ. આ ઘટનાની જાણ થતા નાગેશ્રી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક અને ઈજાગ્રસ્તોને રાજુલા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ મૃતકને રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.
Recent Comments