સલાબતપુરામાં ટોબેકોના ગોડાઉનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયોઃ બેની ધરપકડ
સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે સલાબતપુરામાં ટોબેકોના ગોડાઉનમાં થયેલી ગુટખા-સિગારેટની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બેને ઝડપી પાડ્યા છે. આ સાથે પોલીસે ૬.૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે, આગામી ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સંદર્ભે કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત રહે અને હિસ્ટ્રી શીટર સાથે એમ.સી.આર કાર્ડ ધારકો ચેક કરવા ખાસ કોમ્બિંગ નાઈટનુ આયોજન કરવામાં આવ્યું છે. એ દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાં યુનિક હોસ્પિટલ બી.આર.ટી.એસ ચાર રસ્તા ઉપરથી એક ઓટો રિક્ષા (ય્ત્ન-૦૫-મ્ઉ-૯૮૧૨)માં અલગ-અલગ સિગારેટના બોક્ષ તેમજ રજનીગંધાના બોક્ષ સાથે બે ઈસમો પસાર થઈ રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે બન્નેને પકડી પાડ્યા હતા. જેમની પાસેથી પોલીસને ૬ લાખથી વધુનો ટોબેકો મળી આવ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઈન્સ્પેકટની તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ આ ટોબેકો નિકુંજ ટ્રેડસની દુકાનના ગોડાઉનમાંથી ચોરી કર્યો હોવાની કબૂલાત કરી હતી. બીજી અલગ-અલગ વસ્તુની ઘરફોડ ચોરી કરી હોવાનું પણ જણાવ્યું હતું. એટલું જ નહીં પણ મુદ્દામાલ સિવિલ હોસ્પિટલમાં આવેલા અવાવરૂ જગ્યાએ સંતાડવા માટે જતા હોવાની કબૂલાત પણ કરી છે.
Recent Comments